<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

પુનિતનગર પાસે વગડ ચોકમાં નવા બની રહેલા બિલ્‍ડીંગના ૧૨મા માળેથી પટકાતાં મજૂરનું મોત

મુળ યુપી ગોરખપુરનો ૨૬ વર્ષનો રાહુલ ચોૈહાણ એકાદ વર્ષથી રાજકોટ રહેતો હતોઃ સેન્‍ટીંગ કામ કરતી વખતે બનાવઃ બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવીઃ તાલુકા પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૧૯: ગોંડલ રોડ પુનિતનગર નજીક વગડ ચોકમાં નવા બની રહેલા તેર માળના બિલ્‍ડીંગના બારમા માળે મજૂરી કામ કરતી વખતે મુળ યુપીનો એક યુવાન અકસ્‍માતે નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારજનો અને અન્‍ય મજૂરોમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ દોઢસો ફુટ રીંગ રોડ પર આંબેડકરનગર આસ્‍થા ચોકમાં કુટુંબી ભાઇ સાથે રહેતો અને તેની સાથે જ સેન્‍ટીંગ કામની મજૂરી કરતો મુળ યુપી ગોરખપુરનો રાહુલ બલીરામ ચોૈહાણ (ઉ.વ.૨૬) ગઇકાલે પુનિતનગર એંસી ફુટ રોડ વગડ ચોકમાં બાલાજી ઉપવનની સાઇટ પર બારમા માળે બીજા મજુરી સાથે સેન્‍ટીંગ કામ કરી રહ્યો હતો ત્‍યારે એકાએક બેલેન્‍સ ગુમાવતાં પાછળની તરફ નમી જતાં નીચે પટકાતાં ગંભીર ઇજાઓ થઇ હતી.

તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, કાનાભાઇ, બળુભાએ જાણ કરતાં તાલુકા પોલીસ સ્‍ટેશનના પીએઅસાઇ બી. ડી. ઠાકોર અને કિરીટભાઇ રામાવતે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ રાહુલ બે ભાઇમાં નાનો હતો અને એકાદ વર્ષથી રાજકોટ રહી મજૂરી કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

 

(2:31 PM IST)