<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

સ્‍વીફટ કારમાં ‘દેશી'ની હેરાફેરીઃ ૧૫૦ લિટર સાથે અનકુ પકડાયોઃ ખાટડીના શિવરાજનું નામ ખુલ્‍યું

ક્રાઇમ બ્રાંચના રમેશભાઇ માલકીયા, તુલસીભાઇ ચુડાસમાની બાતમી પરથી સાતડાની સીમમાં પીએસઆઇ એમ. કે. મોવલીયાની ટીમનો દરોડોઃ ૨.૩૫ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૧૯: દારૂના અન્‍ય દરોડામાં ક્રાઇમ બ્રાંચની ટીમે કુવાડવા નજીક સાતડા ગામની સીમમાં બાતમીને આધારે સ્‍વીફટ કારને આંતરી લઇ તપાસ કરતાં અંદરથી રૂા. ૩૦ હજારનો ૧૫૦ લિટર દેશી દારૂ મળતાં ચાલક અનકુ ભીખુભાઇ ચાવડા (ઉ.વ.૪૪-રહે. વેલનાથ સોસાયટી, ખોખડદ નદીના પુલ પાસે)ને પકડી લઇ દારૂ, બે લાખની કાર, મોબાઇલ ફોન મળી રૂા. ૨,૩૫,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. પુછપરછમાં અનકુએ પોતે આ દારૂ ચોટીલાના ખાટડીના શિવરાજ બહાદુરભાઇ ખાચર પાસેથી લાવ્‍યાનું કબુલતાં તેની શોધખોળ હાથ ધરાઇ છે. પીઆઇ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. કે. મોવલીયા, એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, અશોકભાઇ કલાલ, હેડકોન્‍સ. વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઇ દાફડા, કોન્‍સ. રમેશભાઇ, તુલસીભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

 

(2:36 PM IST)