News of Thursday, 19th September 2024
‘‘એક પેડ માં કે નામ'' અભિયાન અંતર્ગત રાજકોટ ડિવિઝનમાં વળક્ષારોપણ કરવામાં આવ્યું

રાજકોટ, તા. ૧૯ : રાજકોટ રેલવે ડિવિઝનમાં ૧૭ સપ્ટેમ્બર થી લઈને ૨ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી ‘સ્વચ્છતા હી સેવા' અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાન પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે પણ સતત પ્રયાસો કરી રહ્યું છે. આ પ્રયાસો અંતર્ગત તાજેતરમાં સમગ્ર રાજકોટ ડિવિઝનમાં ઙ્કએક પેડ માં કે નામઙ્ઘ અભિયાન અંતર્ગત વિશાળ વળક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી અશ્વની કુમાર, એડીઆરએમ શ્રી કૌશલ કુમાર ચૌબે, વરિષ્ઠ ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર શ્રી અભિષેક કુમાર સિંઘ, વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં રેલ્વે કર્મચારીઓએ ઙ્કએક પેડ માં કે નામ અભિયાન માં ભાગ લીધો હતો અને રાજકોટ સ્થિત લોકો શેડ ખાતે વળક્ષારોપણ કર્યું હતું. ઙ્કએક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ૨ ઓક્ટોબર, ૨૦૨૪ સુધીમાં રાજકોટ ડિવિઝનના વિવિધ સ્ટેશનો અને કચેરીઓમાં ૧૦૦૦ જેટલા વળક્ષો વાવવામાં આવશે, જેમાં વડ, પીપળ, લીમડો, ગુલમહોર, કરજ, આમળા, બિલી પત્ર જેવી પ્રજાતિઓના રોપાઓનું વાવેતર કરવામાં આવશે. આ પ્રસંગે રાજકોટ ડીવીઝનલ રેલ્વે મેનેજર શ્રી અશ્વનીકુમારે રેલ્વેના તમામ કર્મચારીઓને ઓછામાં ઓછું એક વળક્ષ વાવવા અપીલ કરી હતી જેથી પર્યાવરણનું રક્ષણ થઈ શકે અને પર્યાવરણની જાળવણીનો સંદેશ લોકોને આપી શકાય.
(3:00 PM IST)










