<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

વન્‍ય સપ્‍તાહ અંતર્ગત શાળાઓમાં પરીક્ષા

 

નવરંગ કલબના વી. ડી. બાલા, નરેશભાઇ, જયવીરસિંહ ઝાલા, શૈલેષભાઇ, રાજેશભાઇ વાઘાણી નજરે પડે છ.ે (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯: નવરંગ નેચર કલબ-રાજકોટ દ્વારા વન્‍યજીવ સપ્‍તાહની ઉજવણી અંતર્ગત પરીક્ષા લેવામાં આવશે.

ભારતીય વન નીતિ મુજબ કુલ જમીનના ૩૩% વિસ્‍તારમાં જંગલો હોવા જોઇએ પરંતુ ગુજરાત રાજયમાં ૧૦% જ જંગલો છે તેને સાચવવાની જવાબદારી સરકારી રાહે થતી હોય પરંતુ બાકીના ૯૦% વિસ્‍તારમાં લોકો રહે છે ત્‍યાં વન્‍યજીવો, વનસ્‍પતિ, કુદરતી સંપતિનું મહત્‍વ સમજાય અને આ ૯૦% વિસ્‍તારમાં વધુમાં વધુ વૃક્ષો વવાય, વન્‍યજીવોની કાળજી લેવાય, પોતાના ખેતરમાં એક લાઇન જુવાર/બાજરાનું વાવેતર પક્ષીઓ માટે કરતાં થાય અને કુદરતી સંપતિનો વિવેકભર્યો ઉપયોગ કરતાં થાય તે માટે વિદ્યાર્થી અવ્‍યવસ્‍થામાં વન્‍જીવો પ્રત્‍યે જાગૃતિ કેળવાય, વિવિધ પોષણકળીઓમાં વન્‍યજીવોનું મહત્‍વ શું છે તેની જાણકારી મળે, પક્ષીઓ આપણને કેવી રીતે ઉપયોગી છે, વન્‍યજીવોના રહેઠાણનું મહત્‍વ સમજાય અને અનુકંપા જાગે, પૃથવી પરના સૌથી બુદ્ધિશાળી પ્રાણી (માનવી) વન્‍યજીવોને પૃથ્‍વી પર રહેવાની અને વૃદ્ધિ કરવાનો અધિકાર બક્ષે તેવા હેતુથી નવરંગ નેચર કલબ-રાજકોટ વિદ્યાર્થીઓની વિનામૂલ્‍યે લેખિતમાં કસોટી લેવા માંગે છે. જેના નિયમો નીચે મુજબ છે.

ધોરણ પ થી ૧રના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. પ્રશ્‍નપત્ર જે તે સ્‍કુલને ઇલેકટ્રોનિક માધ્‍યમથી પહોંચાડી આપવામાં આવશે. પ્રશ્‍નપત્ર મેળવવા માટે ૦૧/૧૦/ર૦ર૪ સુધીમાં ૯૪ર૭પ ૬૩૮૯૮ નંબર પર સંપર્ક કરવો. કસોટી પોતાની સ્‍કૂલમાં લેવાની રહેશ઼ે. પ્રશ્‍નપત્રોની ચકાસણી સ્‍કૂલ દ્વારા કરવાની રહેશે. વિદ્યાર્થીઓ માટે પ્રશ્‍નપત્રને અનુરૂપ વાર્તાલાપ જે તે શાળાએ પોતાની સ્‍કૂલમાં ગોઠવવાનો રહેશે. ૦ર/૧૦/ર૦ર૪ થી ૦૮/૧૦/ર૦ર૪ સુધીમાં પરીક્ષા લઇ લેવાની રહેશે. વધારે વિગતો માટે વી. ડી. બાલા પ્રમુખ, નવરંગ નેચર કલબ-રાજકોટ મો. ૯૪ર૭પ ૬૩૮૯૮નો સંપર્ક થઇ શકે છે.

(3:14 PM IST)