News of Thursday, 19th September 2024
સરગમ કલબના ગોપીરાસમાં રાજકોટ-મુંબઇના ગાયક કલાકારો ધૂમ મચાવશે
ડી.એચ.ના મેદાનમાં બહેનો રાસ રમશેઃ નયનરમ્ય લાઇટીંગ, બેઠક વ્યવસ્થાઃ ફોર્મ વિતરણ

રાજકોટઃ સરગમ લેડિઝ કલબે ફરી આ વખતે ધૂમધમાકા સાથે ગોપી રાસોત્સવના આયોજનની જાહેરાત કરી છે. બહેનોના ગરબા માટે ફેવરિટ એવા યાજ્ઞિક રોડ ઉપર આવેલી ધર્મેન્દ્ર કોલેજ (ડી.એચ.)ના મેદાનમાં નવ દિવસ માટે મોટી સંખ્યામાં બહેનો ઝૂમી ઉઠશે. બધે મોંઘવારીની અસર હોવા છતાં માત્ર ટોકન ફીમાં જ સિઝન પાસ આપવામાં આવશે.તેમ એક યાદીમાં સરગમ કલબના પ્રમુખ શ્રી ગુણવંત ડેલાવાળાએ એક યાદીમાં જણાવ્યું છે.
સરગમ લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા જણાવ્યુ છે કે, તા. ૩ થી ૧૧ ઓકટોબર સુધી ડી.એચ.ના મેદાનમાં ગોપી રાસોત્સવ યોજાશે.સરગમ પરિવારના લેડિઝ સભ્ય હોય તેના માત્ર ૧૦ દિવસના ફક્ત ૪૦૦ રૂા. ટોકન ચાર્જ લેવાશે અને સભ્ય ન હોય તેવા બહેનોના ૧૦ દિવસના સીઝન પાસના માત્ર ૫૦૦ રૂા. ફી રાખવામા આવી છે. આ રાસોત્સવમાં સરગમ કલબના સભ્ય ન હોય તેવા રાજકોટના ૧૫ વર્ષથી ઉપરના કોઈ પણ બહેનો જોડાઈ શકે છે.
શ્રી ડેલાવાળાએ જણાવ્યુ છે કે, આ ગોપી રાસોત્સવના ફોર્મનું વિતરણ આમ્રપાલી લાઈબ્રેરી - આમ્રપાલી મેઈન રોડ પોલીસ ચોકી ઉપર, મહિલા કોલેજ લાઈબ્રેરી - મહિલા કોલેજ ચોક પોલીસ ચોકી ઉપર, એવરેસ્ટ લાઈબ્રેરી(શાષાી મેદાન પાસે એવરેસ્ટ બિલ્ડીંગ - ૧૦૧), કેનાલ રોડ સેન્ટર - દેના બેંક ની બાજુમાં કેનાલ મેઈન રોડ , સરગમ ભવન (જામટાવર રોડ જી.ટી. શેઠ હોસ્પિટલ પાસે) અને સરગમ ક્લબ ઓફીસ જાગનાથ મંદિર ચોક (યાજ્ઞિક રોડ) ખાતેથી મળી શકશે અને ફોર્મ તથા ફી ત્યાં જ જમા કરાવવાના રહેશે. આ રાસોત્સવમાં રોજેરોજ ૨૦ પ્રિન્સેસ અને વેલડ્રેસ ઇનામો આપવામાં આવશે.
ડી.એચ. કોલેજના મેદાનમાં આ રાસોત્સવ માટે સુંદર બેઠક વ્યવસ્થા અને જડબેસલાક સિક્યુરીટી પણ ગોઠવવામાં આવશે. આ વખતે મન્સુર ત્રિવેદી પ્રસ્તુત મ્યૂઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રા ધૂમ મચાવશે. સંગીત સાથે મુંબઈના સિંગર હેમંત પંડ્યા ઉપરાંત સોનલ વાળા (US) અને નિલેષ પંડ્યા (રાજકોટ) અને અશ્વિનીબેન મહેતા માતાજીનાં ગરબા રજૂ કરશે. કી-બોર્ડ રાજુભાઇ ત્રિવેદી જમાવટ કરશે.
માત્ર બહેનો માટે જ યોજાતા ગોપી રાસ બહેનોમાં ઘણા લોકપ્રિય છે અને દર વખતે મોટી સંખ્યામાં બહેનો રમવા માટે આવે છે. આ રાસોત્સવ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.
આ રાસોત્સવને સફળ બનાવવા સરગમ ક્લબનાં કાયમી શુભેચ્છો મૌલેશભાઈ પટેલ, સ્મિતભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પારેખ, નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ ડોબરિયા, જીતુભાઈ બેનાણી, ખોડીદાસભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, રાકેશભાઈ પોપટ, ગિરધરભાઈ દોંગા, કિરીટભાઈ આદ્રોજા, જીતુભાઈ ચંદારાણા, સુરેશભાઈ નંદારાણા, યોગેશભાઈ પુજારા, બિપીનભાઈ હદવાણી, મનીષભાઈ માડેકા, એમ.જે. સોલંકી, હરેશભાઈ લાખાણી, રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી), શૈલેશભાઈ માંકડિયા, રાજનભાઈ વડાલિયા, રવિભાઈ રાત્રોજા, નિખીલભાઈ પટેલ, નીરજભાઈ આર્ય, હેતલભાઈ રાજયગુરુ, રમેશભાઈ જીવાણી, શૈલેષભાઈ પાબારી તમામનો ગોપીરાસમાં સહયોગ મળેલ હોવાનું આ યાદીમાં જણાવાયું છે.
ગોપીરાસ રાસોત્સવના ઇનામ માટે રોજના ઇનામો રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી) તરફથી આપવામાં આવશે. બાન લેબ્સના મૌલેશભાઈ પટેલ તરફથી મુખ્ય સહયોગ મળેલ છે. એન્જલ પંપ - કિરીટભાઈ આદ્રોજા દ્વારા કીટ આપવામાં આવશે. ચોકોડેન તરફથી ગીફટ વાઉચર - સંદિપભાઈ, સુધીરભાઈ પંડ્યા વડાલિયા ગ્રુપ - હાઈબોન્ડ સિમેન્ટ તરફથી રોજની ગીફટ આપવામાં આવે છે. ઓપ્શન શો રૂમ શીલાબેન ચાંદ્રાણી તરફથી ગીફટ ગીરીકિન્દ્રા ફૂડસ LLP કંપની તરફથી કીટ આપવામાં આવશે.
મંડપ ડેકોરેશન પરમાર કિશોર મંડપ સર્વિસવાળા મધુભાઈ પરમાર, લાઈટીંગ ડેકોરેશન પરમાર લાઈટીંગવાલા પરાગભાઈ મહેતા, માઈકની વ્યવસ્થા અંબિકા સાઉન્ડ એન્ડ ડી.જે. (હિમાંશુભાઈ ચાવડા )ની છે. ૫૦ હજાર વોટસની ફોર વે સાઉન્ડ સીસ્ટમ્સ રાખેલ છે.
કેન્ટીન વ્યવસ્થા પ્રવિણભાઈ પટેલ (જેસ-પર કેફે રેસ્ટોરન્ટ એન્ડ પાર્ટી લોન્સ) તેમજ પાર્કીંગની વ્યવસ્થા પ્રદીપસિંહ જાડેજા સંભાળશે. સ્કૂટર પાર્કિંગના રૂા.૨૦ અને મોટર પાર્કિંગના રૂા.૫૦ ચાર્જ રાખેલ છે.
રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ પરિવારના માર્ગદર્શક અને કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા અને પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ ઉકાણી, ભરતભાઇ સોલંકી, જયસુખભાઇ ડાભી, રાજેન્દ્રભાઈ શેઠ, સુરેશભાઇ દેત્રોજા, કૌશિકભાઈ વ્યાસ, મનમોહન પનારા ઉપરાંત લેડિઝ કલબના ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, જસુમતિબેન વસાણી, અલકાબેન કામદાર, છાયાબેન દવે, ગીતાબેન હીરાણી, ચેતનાબેન સવજાણી, જયશ્રીબેન વ્યાસ, ભાવનાબેન મહેતા, કાશ્મીરાબેન નથવાણી, હેલીબેન ત્રિવેદી, જયોતિબેન રાજયગુરુ, જયશ્રીબેન સેજપાલ, શીલાબેન ચાંદ્રરાણી, વગેરે જહેમત ઉઠાવી રહ્યાનું સરગમની યાદીમાં જણાવાયું છે.
(3:31 PM IST)










