<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

સરગમના બાળસભ્‍યો માટે વેશભૂષા સ્‍પર્ધા

રાજકોટઃ સરગમ ચિલ્‍ડ્રન ક્‍લબના બાળકો માટે વેશભૂષા કાર્યક્રમ હેમુગઢવી હોલ ખાતે આપણી ભારતીય સંસ્‍કૃતિ તથા અત્‍યારનું આધુનીકરણનું સંયોજન કરી ઇન્‍ડીયન અને વેસ્‍ટન વેશભૂષા કાર્યક્રમ સ્‍પર્ધા ચાર ગ્રુપમાં રાખેલ હતી. જેમાં ૧૫ જેટલા વિજેતા બાળકોને ઇનામ આપવામાં આવ્‍યા. સ્‍પર્ધામાં ભાગ લેનાર બાળકોને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્‍યા. કાર્યક્રમનું સંચાલન ડો.અલ્‍કાબેન ધામેલીયાએ કરેલ. નિર્ણાયક તરીકે જસુમતીબેન વસાણી, ગીતાબેન હીરાણી, ડો.મધુરીકાબેન જાડેજા, ચેતનાબેન સવજાણી તમામએ પોતાની સેવા આપેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, ડો.અલ્‍કાબેન ધામેલીયા, જયશ્રીબેન વ્‍યાસ, નીતાબેન પરસાણા, માલાબેન પાઠક, દિવ્‍યાબેન ઉમરાણીયા, હર્ષાબેન કથ્રેચા વગેરે જેહમત ઉઠાવેલ.

(3:38 PM IST)