News of Thursday, 19th September 2024
રવિવારે રાજકોટમાં લોહાણા જ્ઞાતિનો વિનામુલ્યે પરિચય મેળો

રાજકોટઃ શ્રી લોહાણા મહિલા મંડળ સગપણ સેવા સમીતી દ્વારા લોહાણા જ્ઞાતિના લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક પરીચય મેળાનું આયોજન પ્રફુલભાઇ સીરોદરીયાના નૈઋત્વ હેઠળ તા.રરના રવિવારે ક્રિસ્ટલ ફલેટ, બી-વીંગ, રાધા રેસીડેન્સી, અયોધ્યા ચોક પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ, પાસે સાંજે ૪ થી ૬ કરવામાં આવેલ છે.
હેડ ઇન્ચાર્જ પુજાબેન ગણાત્રા તથા તેમની ટીમ સેવા આપશે. કોઇ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા રાખેલ નથી. સ્પોટ એન્ટ્રી પણ લેવામાં આવશે. ઉમેદવારે તેમના વાલીઓ સાથે આવવાનું રહેશે. સાથે સાથે બે બાયોડેટાની કલર ઝેરોક્ષ તથા એક ફોટો સાથે લઇ આવવાનું રહેશે.
એડવાન્સમાં બાયોડેટા પુજાબેન ગણાત્રા ૯૪૦૮ર ૮પ૦૩૭ને મોકલવાનો રહેશે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પુજાબેન ગણાત્રા ૯૪૦૮ર૮પ૦૩૭. ભાવનાબેન કાનાણી ૯૪૨૬૫ ૧૬૯૨૨, રચનાબેન રૂપારેલ ૮૯૮૦૬ ૬૯૯પ૭, ભુમીતાબેન કોટક-૯૬૮૭૪૬૮૬૮૩, સોનલબેન ચંદારાણા-૮૮૪૯૯ ૮૬૯૪૬, ફાલ્ગુનીબેન હિંડોચા-૯૪ર૭૭ ર૦૩૦૧, કલ્પેશભાઇ પોપટ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:44 PM IST)










