<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

નિયમીત રીતે ફાયર સેફટી વીકની ઉજવણી ખૂબ જ જરૂરી છે : સુરેશ સંઘવી

એન્‍જીનિયર્સ ડે નિમિત્તે બાંધકામમાં માળખાકીય અને અગ્નિશામક સલામતી માટે કાર્યશાળા યોજાઇ ગઇ

રાજકોટ તા. ૧૯ : વિશ્વપ્રસિદ્ધ એન્‍જિનિઅર, ભારત રત્‍ન વિશ્વસરૈયાજીની જન્‍મ જયંતિ સમગ્ર દેશમાં ‘એન્‍જિનીઅર્સ ડે' તરીકે ઉજવવામાં આવે છે. જે  નિમીત્તે, પૂર્વ સિટી એન્‍જિનિઅર શરદ આશર પ્રોગ્રામ સીરીઝ-૪ અન્‍વયે તથા ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર ડેવલપમેન્‍ટ કોર્પોરેશન ઓફ કર્ણાટકના ડાયરેક્‍ટર ડો. પંકજકુમાર સંપટના સહયોગથી બાંધકામ ઉદ્યોગમાં સલામતીના અતી મહત્‍વના વિષય અંગે એક કાર્યશાળાનું આયોજન સંપન્ન થયેલ. રામકૃષ્‍ણ આશ્રમના શ્રી ગુણેશાનંદ સ્‍વામીજીના આશીર્વચન મળ્‍યા હતા.

અગ્નિશામક સલામતી માટે. રાષ્ટ્રિય અધ્‍યક્ષ પંકજ ધારકર તરફથી આ અંગે વિસ્‍તૃત માહિતી સભર માર્ગદર્શન આપવામાં આવેલ. ઇમારતમાં અગ્નિ લાગવાના કારણો પૈકી, અણઘડ વાયરીંગ, જવલનશીલ વસ્‍તુઓનો સ્‍ટોરેજ, કેમીકલ્‍સ, સ્‍મોક એલાર્મ, ફાયર સ્‍પ્રિંકલર, ફાયર એકિઝટ અને ફાયર સલામતી સાધનો તથા આગ લાગે ત્‍યારે તરત જ બહાર નીકળી શકાય તેવા માર્ગદર્શક સાઇન (નિશાનીઓ) રાખવા અંગે માહિતી આપેલ હતી.

સ્‍ટ્રકચરલ સ્‍ટેબીલીટી માટે સ્‍ટ્રકચરલ એન્‍જિનીઅર શ્રી જયંત લખલાણીએ પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશન દ્વારા ઇમારતોની ડિઝાઇન, ફાઉન્‍ડેશન, જીઓ ટેકનિકલ તથા સબ-સોઇલની માહિતી. સેન્‍ટરીંગની યોગ્‍યતા વગેરે ઉપર માહિતી આપેલ.

બાંધકામ અંગે કારીગરો, મજુરો અને મુલાકાતીઓની સલામતી માટે શાપુરજી પાલોનજી ગૃપના ટેકનિકલ એન્‍જિનીઅર શ્રી દિપક તોરવાણેએ માર્ગદર્શન આપેલ.

કાર્યક્રમની શરૂઆતમાં, અધ્‍યક્ષ પૂર્વ ચીફ એન્‍જિનીઅર શ્રી આહુજાએ સ્‍વાગત પ્રવચન આપેલ.

આ પ્રકારના કાર્યક્રમનો ઉદ્દેશ તથા હાર્દ અંગે, પ્રોગ્રામ ડાયરેકટર શ્રી પંકજકુમાર સંપટે આજનો કાર્યકરમ સીરીઝ નં.૪ તથા અગાઉના ત્રણ કાર્યક્રમની રૂપરેખા આપેલ અને જણાવેલ કે. રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી. રાજકોટ મહાનગરપાલિકાના ૫૧ વર્ષ પૂર્ણ થવાના અવસર નીમિત્તે. આ પ્રકારના ૧૦૦ તજજ્ઞોના પ્રવચન/માર્ગદર્શન, ૧૨ માં ધોરણ સુધી અભ્‍યાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ માર્ગદર્શન અને ૧૦ રાષ્ટ્રિય અને ૫ આંતરરાષ્ટ્રિય સંસ્‍થાઓના સહયોગથી હવે પછીના કાર્યક્રમની રૂપરેખા આપેલ હતી. જેમાં રોડ ડેવલપમેન્‍ટ, રોડ જંકશન તથા ટ્રાફિક મેનેજમેન્‍ટ. ફુટપાથ તથા રાહદારીઓને માર્ગદર્શન, હોડીંગ, ઇલેક્‍ટ્રિક પોલ, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ, FSAT : ફાયર સેફટી એસ્‍યુરન્‍સ ઇન્‍ડેક્ષ અંગે સેન્‍ટર વગેરે વિષયો ઉપર માર્ગદર્શન અને માહિતી આપવા. ‘સોશીયલ ઓર્ગેનીઝેશન ફોર સર્વિસીઝ' જેવી સંસ્‍થાની કાયમી સ્‍વરૂપે રચના કરવાની જરૂરત જણાવેલ હતી.

ઇન્‍દુભાઈ પારેખ આર્કિટેક્‍ચરલ સ્‍કુલના વિદ્યાર્થીઓએ ‘સેફટી ફર્સ્‍ટ' વિષે પ્રેઝન્‍ટેશન રજુ કરેલ.

અંતમાં, જાણીતા આર્કિટેક્‍ટ સુરેશભાઈ સંઘવી (મો. ૯૮૨૪૦ ૪૦૮૮૬) તથા કિશોરભાઈ ત્રિવેદી (મો. ૯૯૨૫૦ ૦૯૯૬૬)એ સંકલન કરતાં, સલામતી માટેના દરેક વિષયોની યોગ્‍ય છણાવટ કરેલ હતી. સુરેશભાઈ સંઘવીએ વધુમાં જણાવેલ કે, ટ્રાફિક સપ્તાહ અને સફાઇ સપ્તાહની ઉજવણી થાય છે તે જ રીતે, નિયમીત રીતે ‘ફાયર સેફટી વીક' અગ્નિશામક સપ્તાહની નિયમીત રીતે ઉજવણી કરી. માર્ગદર્શન આપી. જાગૃતિ લાવવી અત્‍યંત જરૂરી છે.

આર્કિટેક્‍ચરલ કોલેજના પ્રિન્‍સિપાલ દેવાંગ પારેખે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરેલ હતું અને પ્રોફેસર જીતેન્‍દ્ર મહેતાએ આભારદર્શન કરેલ.

(3:53 PM IST)