<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

ગંદકી કરનાર લોકો ફરી દંડાયા ૭૭ હજારનો ચાંદલો

મનપાની સોલીડ વેસ્‍ટ શાખાનું શહેરમાં ચેકીંગ શહેરના ત્રણેય ઝોનમાંથી વધુ ૧૫ કિલો પ્રતિબંધીત પ્‍લાસ્‍ટિકનો જથ્‍થો પકડાયો

રાજકોટ, તા.૧૯: મહાનગરપાલિકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ (એમેન્‍ડમેન્‍ટ) રૂલ્‍સ-૨૦૨૧ અન્‍વયે તા.૧૩ થી ૧૮ સપ્‍ટે. દરમિયાન ત્રણેય ઝોન વિસ્‍તાર અલગ અલગ મુખ્‍ય માર્ગો પર સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્ગારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ ૨૬૯ લોકો પાસેથી ૧૫.૧ કી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. ૭૭,૦૦૦/ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

સેન્‍ટ્રલ ઝોનનાવિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૧૦૦ લોકો પાસેથી ૩.૭ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી રૂ ૨૨,૧૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

વેસ્‍ટ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૮૪ લોકો પાસેથી ૮.૬ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી રૂ ૨૮,૨૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઇસ્‍ટ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગો પરઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૮૫ લોકો પાસેથી  ૨.૮ કિ.ગ્રા.પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક જપ્ત કરીતથા ગંદકી કરતા લોકો પાસેથી રૂ.૨૬,૬૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

આ કામગીરી મ્‍યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરની હાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર/ સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્રારા કરવામાં આવેલ

(4:13 PM IST)