<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

વિપક્ષી નેતા રાહુલ ગાંધીને અપાયેલ ખુલ્લી ધમકી અંગે ભાજપ-સહયોગી નેતાઓ સામે એફઆઇઆર દાખલ કરો

શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી તથા કોંગ્રેસના આગેવાનો દ્વારા પોલીસ કમિશનરને આવેદન અપાયુ

તસ્‍વીરમાં પોલીસ કમિશનર કચેરીએ શહેર કોંગ્રેસના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯ :.. શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી તથા કોંગ્રેસના આગેવાનોએ પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવી વિપક્ષી નેતા રાહુલ ગાંધીને ભાજપના તથા સહયોગી નેતાઓ દ્વારા અપાયેલ ખુલ્લી ધમકીઓ અંગે એફઆઇઆર દાખલ કરવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવ્‍યું છે કે બીજેપી નેતા તરવિન્‍દરસિંહ મારવાહએ તા. ૧૧-૯-ર૦ર૪ ના રોજ, ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તથા સંજય ગાયકવાડ, ધારાસભ્‍ય, શિંદે સેના (મહારાષ્‍ટ્રમાં ભાજપની સહયોગી) તા. ૧૬-૯-ર૦ર૪ ના રોજ જાહેરમાં જે કોઇ વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીની જીભ કાપશે તેને ૧૧ લાખ ઇનામ આપીશ. તેવું નિવેદન આપ્‍યું હતું. તેમજ રેલ્‍વે રાજય મંત્રી રવનીત બિટ્ટુએ તા. ૧પ-૯-ર૦ર૪ ના રોજ મીડિયા સાથે જાહેરમાં વાત કરતી વખતે, વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીને દેશનો નંબર વન આતંકવાદી કહ્યો હતો.

એ જ રીતે તા. ૧૬-૯-ર૦ર૪ ના રોજ ભાજપના નેતા અને યુપીના મંત્રી રઘુરાજસિંહે પણ જાહેરમાં કહ્યું કે વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી ભારતના નંબર વન આતંકવાદી છે.

ઉપરોકત નેતાઓએ માત્ર નિવેદનો જ આપ્‍યા નથી, પરંતુ તેમના સહયોગીઓ દ્વારા, સોશિયલ મીડિયા અને અન્‍ય માધ્‍યમો દ્વારા ગુનાહિત નિવેદનો ફેલાવ્‍યા હતા. તેમજ જાણી જોઇને ઉશ્‍કેરણી પેદા થાય તેવું કામ કરવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આથી, ગુનેગારો સામે બીએનએસ-ર૦ર૩ ની સંબંધિત જોગવાઇઓ હેઠળ એફઆઇઆર કોઇપણ વિલંબ કર્યા વિના, તાત્‍કાલીક નોંધવામાં આવે તે આવશ્‍યક છે. સોશિયલ મીડિયા અને ટીવી તથા પ્રિન્‍ટ મીડિયાના માધ્‍યમથી ગુનાહિત કૃત્‍ય ગુજરાતમાં અને આપના પોલીસ થાણાની હદમાં પણ પ્રગટ થયેલ હોઇ આપના કાર્યક્ષેત્રમાં ગુન્‍હો બનેલ છે.

ઉપરોકત હકિકત જોતા, ઉપરોકત નામવાળી વ્‍યકિતઓએ સત્તાધારી ભાજપ અને સાથી પક્ષો સાથે મળી કાવતરું કરેલ છે. ઉપરોકત કૃત્‍યો કરવા માટે અન્‍ય જાણીતા, અજાણ્‍યા સહયોગીઓ સાથે સુનિયોજીત ગુનાહિત કાવતરું ઘડયું હોય ઉકત નામવાળી વ્‍યકિતઓ અને તેમના સહયોગીઓ વિરૂધ્‍ધ વહેલામાં વહેલી તકે બીએનએસના ૩પ૧, ૩પર, ૩પ૩, ૬૧ હેઠળ એફઆઇઆર નોંધવા માંગણી કરી હતી.

આ રજૂઆતમાં શહેર કોંગ્રેસના આગેવાનો સર્વશ્રી અતુલભાઇ રાજાણી, જસવંતસિંહ ભટ્ટી, રાજદીપસિંહ જાડેજા, ડો. હેમાંગભાઇ વસાવડા, મહેશભાઇ રાજપૂત, વશરામભાઇ સાગઠીયા, નયનાબા જાડેજા, દિપ્તીબેન સોલંકી, ગોપાલભાઇ અનડકટ, ડી. પી. મકવાણા, ચિંતનભાઇ દવે, જીજ્ઞેશભાઇ બોરડ, જયંતીભાઇ હીરપરા, નાગજીભાઇ વિરાણી, લાખાભાઇ ઉંધાડ, ગજેન્‍દ્રસિંહ ઝાલા, સંજયભાઇ અજુડીયા, રણજીત મુંધવા તથા રહીમભાઇ સોરા જોડાયા હતાં.

(3:57 PM IST)