<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

હીરાપન્‍નામાં ગણેશ મહોત્‍સવની ધામધુમથી પુર્ણાહૂતિઃ કલાકારોનું સન્‍માન

રાજકોટ : યાજ્ઞિક રોડ પર આવેલ હીરાપન્‍ના કોમ્‍પલેક્ષમાં છેલ્લા રપ વર્ષથી ઉજવાતા ગણેશ મહોત્‍સવની આ વર્ષે પણ ધામધુમથી પુર્ણાહૂતિ થઇ.  એક પ્રેસ યાદી મુજબ હીરાપન્ના કોમ્‍પલેક્ષમાં ગણપતિનું કાયમી સ્‍થાપન છે. રોજ વેપારીઓ-ઓફીસ ધારકો પૂજન અર્ચન કરે છે. રાજકોટ જનરલ સ્‍ટોર્સના મેનેજર મેહુલભાઇ ખંઢેરીયાના માર્ગદર્શન હેઠળ ગણેશ મહોત્‍સવ ઉજવાય છે. આર. જી. એસ. માં જ ફરજ બજાવતા યુવાનો સારા કલાકારો છે. કૌશલ મકવાણા, નીખીલ ધામેચા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, અમીત જાદવ, ધવલભાઇ ભટ્ટ (જે. બી. વાળા), અને સાથીદારોએ દરરોજ ચાર થી પાંચ કલાકની મહેનત કરી અવનવી નવી રંગોળી બનાવી પુર્ણાહુતિના દિવસે વિદાય લેતા ગણપતિની ૬ × ૬ ફુટની વિશાળ રંગોળી બનાવી રપ૧ દિવડાઓથી શણગાર કર્યો.  દરરોજ ગણેશજીને છપ્‍પન ભોગ પણ ધરાવાયો. છેલ્લે દિવસે આરજીએસ તરફથી સમોસા-ઠંડા પીણા, પ્રસાદ રૂપે અપાયા. સાથોસાથ સેન્‍ડવીચ, લાડવા સહિતની પ્રસાદનું વિતરણ થયું. આર. જી. એસ.ના નિરવભાઇ શાહ, એસો.ના પ્રમુખ રાજેશભાઇ પટેલ, ઉપપ્રમુખ નરવીરસિંહજી, મંત્રી પ્રવિણભાઇ ગજ્જર, કુમારભાઇ લાખાણી, ખજાનચી સનીભાઇ સહિતના એસો.ના હોદેદારો - મેનેજર અશોકભાઇ વગેરેએ મહોત્‍સવનો લાભ લીધો. પુર્ણાહૂતિના દિવસે દરરોજ રંગોળી કરતા કલાકારોને શ્રી નિરવ શાહ તરફથી શ્રી મેહુલ ખંઢેરીયા તેમજ શ્રી કુમાર લાખાણીના હસ્‍તે પુરસ્‍કાર આપી સન્‍માનીત કરાયેલ.

(3:58 PM IST)