<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

સાઇડ તેલોમાં બેફામ સટ્ટાખોરીઃ વધુ પ૦ રૂા.નો ઉછાળો

ચાલુ સપ્તાહમાં તમામ સાઇડ તેલોમાં રરપ થી ર૭પ રૂા.નો તોતીંગ ભાવવધારો કપાસીયા તેલ, પામતેલ, સનફલાવર તેલ, મકાઇ અને સરસવ તેલમાં પ૦ રૂા. વધ્‍યાઃ આયાત ડયુટી વધ્‍યા બાદ હાજર માલની ખેંચના બહાને ભાવોમાં છાપાછાપી

રાજકોટ, તા., ૧૯: કેન્‍દ્ર સરકારે આયાત ડયુટી વધારતા સાઇડ તેલોના ભાવો ભડકે બળી રહયા છે. આજે તમામ સાઇડ તેલોમાં વધુ પ૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો. હાજર માલની ખેંચના બહાને સટોડીયાઓએ સાઇડ તેલોના ભાવોમાં છાપાછાપી  શરૂ કરી હોય તેમ રોજબરોજ ભાવો વધી રહયા છે.

સ્‍થાનીક બજારમાં આજે કપાસીયા તેલમાં વધુ પ૦ રૂપીયાનો ભાવ વધારો થયો હતો. કપાસીયા તેલ લુઝનો ભાવ ૧૧૭પ રૂા. હતા તે વધીને ૧રરપ રૂા. અને કપાસીયા ટીનના ભાવ ર૦૩૦ થી ર૦૮૦ રૂા. હતા તે વધીને ર૦૮૦ થી ર૧૩૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. પામતેલમાં પણ પ૦ રૂપીયાનો ભાવવધારો થતા પામતેલ લુઝનો ભાવ ૧૧૭પ રૂા. હતા તે વધીને ૧રરપ રૂા. અને પામટીનના ભાવ ૧૮૮૦ થી ૧૮૮પ રૂા. હતા તે વધીને ૧૯૩૦ થી ૧૯૩પ રૂા. થયા હતા.

તેમજ સન ફલાવર તેલમાં પ૦ રૂપીયાના ઉછાળા સાથે સનફલાવર ટીનના ભાવ ૧૮૪૦ થી ૧૮૭૦ રૂા. હતા તે વધીને ૧૮૯૦ થી ૧૯ર૦ રૂા. થયા હતા. મકાઇ તેલમાં પણ પ૦ રૂપીયાના ભાવ વધારો થતા મકાઇ તેલ ટીનના ભાવ ૧૮પ૦ થી ૧૮૮૦ રૂા. હતા તે વધીને ૧૯૦૦ થી ૧૯૩૦ રૂા. થયા હતા. સરસવ તેલમાં પ૦ રૂપીયાના ઉછાળા સાથે સરસવ તેલ ટીનના ભાવ ૧૯૭૦ થી ર૦૦૦ રૂા. હતા તે વધીને ર૦ર૦ થી ર૦પ૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

કેન્‍દ્ર સરકારે આયાત ડયુટી વધાર્યા બાદ હાજર માલની ખેંચના બહાને સટોડીયાઓ બેકાબુ બન્‍યા હોય તેમ સાઇડ તેલોના ભાવોમાં રોજબરોજ નવી ભાવસપાટી જોવા મળી રહી છે. ચાલુ સપ્તાહમાં તમામ સાઇડ તેલોમાં રરપ થી ર૭પ રૂા.નો ભાવવધારો થઇ ગયો છે. સાઇડ તેલોમાં વધતા જતા ભાવો અંગે રાજય સરકાર અસરકારક પગલા ભરશે કે કેમ? તે તરફ લોકોની મીટ મંડાઇ છે.

(4:03 PM IST)