<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

સ્‍મશાનના લાકડા ખોણ ખાઇ ગયું? ૧ર૦૦ ખાડાઓ પડયા તેના જવાબદાર કોણ? સહિતના બેનરો સાથે કોંગ્રેસનો હલ્લાબોલ

વિપક્ષના કોર્પોરેટર વશરામ સાગઠીયા તથા કોમલબેન ભારાઇએ ખાડા અને સ્‍મશાનના લાકડા, ઢોર ડબ્‍બામાં ઢોરના મોત સહિતના મુદ્‌્‌ે ચર્ચાની કરી હતી માંગઃ ભાજપનો નનૈયો

 

આજના જનરલ બોર્ડમાં કોંગ્રેસ દ્વારા લોકપ્રશ્નો અને ગાયોના ઢોર ડબ્‍બામાં મોત અંગે બેનરો દર્શાવી તપાસ કરાવવા અને કસુરવાનો સામે પગલા લેવાની માંગ કરી હતી. ઉપરોકત તસ્‍વીરોમાં કોંગ્રેસ કોર્પોરેટર વશરામભાઇ, કોમલબેન તથા મકબુલભાઇ બેનર સાથે વિરોધ કર્યો હતો. સભાગૃમાં બેનરો દર્શાવતા શાસકો દ્વારા માર્શલને બોલાવી અંતિમ ૧પ-ર૦ મીનીટ પહેલા બહાર મોકલ્‍યા ત્‍યારની તસ્‍વીરોમાં દર્શાય છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)  

રાજકોટ, તા. ર૦ : આજરોજ મળેલ જનરલ બોર્ડમાં કોંગ્રેસ પક્ષના નવ પ્રશ્‍નો હતા તેના જવાબો ગુજરાત મ્‍યુનિસિપલ સ્‍પષ્‍ટ મુજબ જનરલ બોર્ડમાં અપાવવાની જવાબદારી  સભા અધ્‍યક્ષ ની હોય છે પરંતુ રાજકોટમાં તેથી વિપરીત થઈ રહ્યું છે અને જવાબો ન અપાયા હોવાનું કોંગ્રેસના કોર્પોરેટરો વશરામભાઇ મકબુલભાઇ અને કોમલબેનને આક્ષેપ કર્યો હતો.  તેમણે જણાવેલ કે, રાજકોટમાં ૧૨ હજાર ખાડાઓ વરસાદથી પડેલા છે તેમાં જવાબદારી ફિક્‍સ કરવા ગેરંટી વાળા રોડ બન્‍યા હતા તેમાં પણ મોટા મોટા ખાડા પડ્‍યા છે તેને પુરવાની જવાબદારી કોની તેનો ખર્ચ કોની પાસેથી વસૂલ થશે?

રાજકોટની પ્રજાના ખભા ઉપર આ ખર્ચ આવશે તો અમારો સીધો સવાલ છે કે ૧૨,૦૦૦ ખાડાઓની જવાબદારી કોની છે તેમાં કોઈની ઉપર પગલાં લેવા છે કે નહીં અને જો ઉપર મુજબની કોઈ કાર્યવાહી નહીં થાય તો રાજકોટની પ્રજા અને વિપક્ષ માની લેશું કે ભ્રષ્ટાચાર થયો ર્ છે

વધુમાં જણાવેલ કે, સ્‍મશાનના લાકડા ગયા કયાં? કોણ ખાઈ ગયું? કેટલા લાકડા કયાંથી કાઢયા કોને કોને આપ્‍યા  જેને મેળવ્‍યા હોય તેને પોતાના લેટરપેડ ઉપર સહી કરીને આપી છે કે કેમ કેટલા ટન લાકડા તેમને મળ્‍યા છે કોઈ કોર્પોરેટર લાકડા લઈ ગયા હોય તો તેને પોતાના લેટરપેડ ઉપર લખીને આપ્‍યું છે કે કેમ અને જો લખીને આપ્‍યું હોય તો કેટલા ટન લાકડા કેટલી ગાડીઓ તે કોર્પોરેટર લઈ ગયા છે તેની તમામ વિગતો જાહેર થવી જોઈએ.મહાનગરપાલિકા માં વરસાદ દરમિયાન કેટલી ગાયોના મળત્‍યુ થયા ભૂખમરાથી કેટલી ગાયોના મળત્‍યુ થયા બીમારીથી કેટલી ગાયોના મળત્‍યુ થયા, ઠંડીના કારણે કેટલી ગાયોના મળત્‍યુ થયા આ બધી જ ગાયોના મળત્‍યુ પાછળ જવાબદાર કોણ છે   તે અંગે આખી વિગતો જાહેર કરવી જોઇએ તેમ   વશરામભાઈ સાગઠીયા  મકબુલભાઈ દાઉદની તથા કોમલબેન ભરાયે જણાવ્‍યું હતું.

(3:45 PM IST)