<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

જનરલ બોર્ડ બન્‍યુ અસામાન્‍ય : આક્ષેપોનો વરસાદ

રાજકોટઃ  મનપાનું દર બે માસે મળતુ જનરલ બોર્ડ આજે રમેશભાઇ છાયા સભાગૃહ ખાતે મળ્‍યું હતું.  જેમાં ભાજપ-કોંગ્રેસના નગરસેવકોએ આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો વરસાદ વરસાવી મહામુલી લોકચર્ચાનો સમય પુર્ણ કર્યો હતો. પ્રથમ પ્રશ્નથી જ જનરલ બોર્ડ સમરાંગણ બન્‍યું હતું. તંદુરસ્‍ત ચર્ચાને બદલે પોતાની વાત રાખવામાં આવતા ભારે હોબાળો મચી ગયો હતો. ઉપરોકત તસ્‍વીરમાં સભાપતિ મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, મ્‍યુ. કમિશ્નર દેવાંગ દેસાઇ, સેક્રેટરી એચ.પી.રૂપારેલીયા, ડે. સેક્રેટરી ધવલ જેસડીયા તથા મેયરના પીએસ વિપુલ ધોણીયા સભા સંચાલન કરતા દર્શાય છે. નીચેની તસ્‍વીરમાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો તથા અંતિમ તસ્‍વીરમાં કોંગ્રેસના કોર્પોરેટરો વશરામભાઇ તથા કોમલબેનનું સ્‍ટે. ચેરમેન જયમીન ઠાકર, દંડક મનીષભાઇ રાડીયા, પુર્વ મેયર પ્રદીપ ડવ, વોર્ડ નં. ૧ના હિરેનભાઇ ખીમાણીયા, વોર્ડ નં. ૧૪ના કેતન પટેલ, વોર્ડ નં. ૧૮નાં સંજયસિંહ રાણા, વોર્ડ નં. ૧ ના ડો.મોરઝરીયા તથા વોર્ડ નં. ૧૩ ના નિતીનભાઇ રામાણી ચર્ચામાં ભાગ લેતા દર્શાય છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:00 PM IST)