<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st September 2024

રાજકોટ શહેર ભાજપ વોર્ડ નમ્બર 4 ના કિસાન મોરચા ના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો શેર કરતા હડકંપ મચી ગયો

મહિલા મેયર સહિતની મહિલાઓ ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગઈ


 રાજકોટમાં બે વર્ષ પહેલા બનેલી ઘટના ફરી બની છે. શહેર ભાજપના વોર્ડ નંબર 4 ના કિસાન મોરચાના ગ્રુપના અશ્લીલ વીડિયો શેર કરાતાં ગ્રુપમાં હડકંપ મચ્યો હતો અને મહિલાઓ ધડાધડ લેફ્ટ થવા લાગી હતી. વોટ્સએપ ગ્રુપમાં કૂલ 6 અશ્લીલ વીડિયો મૂકાયા હતા. આ ઘટના બાદ મહિલાઓને ભારે શરમજનક સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો હતો, ગ્રુપમાં રાજકોટના મહિલા મેયર પણ સામેલ છે.

વોટ્સએપ અશ્લિલ કાંડ બાદ ઘણી મહિલાઓ ગ્રુપમાં બહાર નીકળી ગઈ હતી.

(11:13 PM IST)