તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 22nd September 2024
ગાંજાના જથ્થા સાથે રાહીલ અને અલીઅહેમદ પકડાયા: ફૈઝાન અને અદનાનની શોધખોળ: ડીસીપી સજ્જનસિંહ પરમારની રાહબરીમાં એલસીબી ઝોન ૧ પીએસઆઇ બી.વી. બોરીસાગર, ભરતભાઇ વાઘેલા, વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા અને ટીમની કાર્યવાહી

રાજકોટ: શહેરના યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ વેચાણ કે સેવન કરનારઓને પકડી લેવા એલસીબી ઝોન ૧ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળતા કુવાડવારોડ પોલીસ સ્ટેશન વિસ્તારના માલીયાસણ ચોકડી બ્રીજ નીચે વાહન ચેકીંગ દરમ્યાન સેલ્ફ-ભાડાની ફોર વ્હીલ કારમાં સુરતથી ગાંજાનો જથ્થો લાવતા બે શખ્સોને જાહેર રોડ પરથી પકડી એક બ્લુ કલરની મારૂતિ સ્વીફ્ટ કાર .નં- GJ-03-NP-0065 કિંમત રૂ. ૪,૦૦,૦૦૦ની ચેક કરતાં અંદરથી માદક પદાર્થ વનસ્પતિ જન્ય ગાંજો ૩ કિલો ૮૯૬ ગ્રામ કી.રૂ. ૩૮,૯૬૦નો મળી આવતાં બે શખ્સ રાહીલ અમીનભાઈ મીનાપરાઉ.વ.૨૧ ધંધો-મજુરીકામ રહે.ધનશ્યામનગર મેઈન રોડ, દેવપરા, કોઠારીયા. રોડ અને અલીઅહેમદ હનીફભાઈ નકાણી- ઉ.વ.૨૩ ધંધો- મજુરીકામ રહે.સાગરનગર, ભવાની ચોક, અંકુર મેઈન રોડ કોઠારીયા રોડની ધરપકડ કરી હતી. કુલ રૂ. ૫,૦૧,૧૩૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પૂછતાછમાં બીજા બે શખ્સો ફૈઝાન જાહીદભાઈ ડેલા રહે. સુમરા સોસા. મકાન નં-૯૬૯ . કોઠારીયા રોડ તથા અદનાન ઘાડા રહે.સુમરા સોસાયટી કોઠારીયા રોડના નામ ખુલતાં શોધખોળ થઈ રહી છે.
પોલીસ કમીશ્નર બ્રજેશકુમાર ઝા તથા એડી.પોલીસ કમીશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૧ સજજનસિંહ પરમારની રાહબરીમાં આ કામગીરી પોલીસ સબ ઈન્સ. બી.વી.બોરીસાગર તથા એ.એસ.આઈ ભરતભાઈ વાઘેલા તથા પો.હેડ.કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, જીતુભા ઝાલા, મનરૂપગીરી ગૌસ્વામી તથા પો.કોન્સ. રવીરાજભાઈ પટગીર, દીવ્યરાજસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજાએ કરી હતી.
(1:37 PM IST)










