તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd September 2024
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની 30મીએ AGM : નવા બંધારણને લઇને ચર્ચાઓ શરૂ
પ્રમુખ વી પી વૈષ્ણવ દ્રારા ભાજપના ઇશારે નવું બંધારણ લાવી રહ્યા છે: કોંગ્રેસનો આક્ષેપ

રાજકોટ: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની આગામી 30 સપ્ટેમ્બરના રોજ AGM મળવા જઇ રહી છે.જેમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા નવું બંધારણ રજૂ કરાશે. રાજકોટના પાંચ શ્રેષ્ઠીઓ દ્રારા તૈયાર કરવામાં આવેલા આ બંધારણમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ટ્રસ્ટનું ચેરિટી કમિશનમાં સોસાયટી એક્ટ 1860 અંતર્ગત રજીસ્ટ્રેશન કરવામાં આવશે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના આ નવા બંધારણને લઇને ચર્ચાઓ શરૂ થઇ છે. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી પી વૈષ્ણવ દ્રારા ભાજપના ઇશારે નવું બંધારણ લાવી રહ્યા છે. ઔદ્યોગિક જગતને તાબે કરવા માટે આ નવું બંધારણ અસ્તિત્વમાં આવતું હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો હતો જેનો જવાબ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી પી વૈષ્ણવે આપ્યો હતો અને કહ્યું હતું કે આ બંધારણ ઔદ્યોગિક જગતના ભવિષ્યનું વિઝન છે. આ બંધારણને રાજકારણ સાથે કોઇ લેવાદેવા નથી.
(7:00 PM IST)










