તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૨ રવિવાર
News of Sunday, 22nd September 2024
રાજકોટમાં ઢોર ડબ્બામાં 756 પશુઓના થયા મોત: મ્યુનિસિપલ કોર્પોરેશનની સતાવાર કબુલાત
ટ્રસ્ટને ઢોરનાં નિભાવ માટે રૂ. 17.86 લાખની ગ્રાન્ટ ચૂકવવામાં આવી

રાજકોટઃ ઢોર ડબ્બામાં ત્રણ મહિનામાં 756 પશુના મોત થયાનું રાજકોટ મનપાની જનરલ બોર્ડની બેઠકમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. આ આંકડો બહાર આવ્યા બાદ રાજકોટ પાલિકા સામે માલધારી સમાજમાં ભારે રોષ છે ત્યારે ગૌપ્રેમીઓ હવે કેમ કંઈ નથી બોલતા તેવી ફરિયાદો પણ તેઓ કરી રહ્યા છે.
રાજકોટમાં ગતરોજ જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા ઢોર ડબ્બાને લઈને સવાલ કરવામાં આવ્યા હતા. જેના જવાબમાં રાજકોટનાં ઢોર ડબ્બામાં ત્રણ મહિનામાં 756 પશુઓનાં મોત થયાનો મનપા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. તેમજ આ સમયગાળા દરમિયાન જીવદયા ટ્રસ્ટને ઢોરનાં નિભાવ માટે રૂ. 17.86 લાખની ગ્રાન્ટ ચૂકવવામાં આવી હોવાનું જણાવાયું હતું. જોકે, ચોમાસાને કારણે વધુ પશુઓ મૃત્યુ પામ્યાનો તંત્ર દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો.
(8:20 PM IST)










