હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોલેજની છાત્રા સ્નાન કરતી હતી ત્યારે તેનો બીજી છાત્રાએ વિડીયો ઉતાર્યાની વાતે હોબાળોઃ લાફાવાળી : જુઓ વિડીયો
જેણે વિડીયો ઉતાર્યાનો આક્ષેપ થયો હતો એ છાત્રાને બીજી છાત્રાઓએ મારકુટ કર્યાનો વિડીયો વાયરલ થતાં સંચાલકોએ પોલીસને જાણ કરીઃ વાલીઓને આંધ્રપ્રદેશ ખાતે જાણ કરાઇઃ હાલ કોઇ અરજી-ફરિયાદ થઇ નથી

રાજકોટ તા. ૨૩: શહેરના મોરબી રોડ પર આવેલી મારવાડી કોલેજમાં એન્જિનીયરીંગનો અભ્યાસ કરતી અને ત્યાંની હોસ્ટેલમાં જ રહેતી મુળ આંધ્રપ્રદેશની ચાર છાત્રાઓ વચ્ચે ધમાલ મચી જતા ચકચાર જાગી હતી. છે. વિદ્યાર્થિનીનો નહાતી હોય તે વખતનો વીડિયો તેની સાથી છાત્રાએ ઉતારી તેને તેના કહેવાતા બોયફ્રેન્ડને સેન્ડ કરી દીધાની વાતે માથાકુટ થઇ હતી. આ કારણે એક છાત્રાને અન્ય છાત્રાઓએ મારકુટ કરી હોવાનો વિડીયો વાયરલ થતાં સંચાલકોએ દરમિયાનગીરી કરી હતી અને પોલીસ સુધી મામલો પહોંચ્યો હતો. જો કે મોબાઇલમાંથી કોઇ વિડીયો પુરવારૂપે મળી આવ્યા નહોતાં. છાત્રાઓ સગીર હોઇ અને હાલ કોઇ અરજી આપવી ન હોઇ તેમના વાલીઓને જાણ કરવામાં આવી હતી. વાલી આવ્યા બાદ આગળ કાર્યવાહી થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર મારવાડી કોલેજમાં આંધ્રપ્રદેશની છાત્રાઓ અભ્યાસ કરે છે અને કોલેજની હોસ્ટેલમાં જ રહે છે. એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિની સાથે રૂમમાં રહેતી હતી. એક વિદ્યાર્થિની હોસ્ટેલના બાથરૂમમાં નહાવા ગઇ હતી ત્યારે અચાનક જ તેની નજર બાથરૂમના ઉપરના ભાગે પડી હતી અને તેનો નહાતી વખતનો વીડિયો તેની રૂમ પાર્ટનર ઉતારી રહ્યાનું દેખાયું હતું. આ ઘટનાથી વિદ્યાર્થિની સ્તબ્ધ થઇ ગઇ હતી અને તેણે તેની સાથી વિદ્યાર્થિનીઓને આ અંગેની જાણ કરતાં વિદ્યાર્થિનીઓ રોષે ભરાઇ હતી. ત્યારબાદ ભોગ બનનાર વિદ્યાર્થિની અને તેના પક્ષે ત્રણ વિદ્યાર્થિનીએ વીડિયો ઉતારનાર વિદ્યાર્થિનીને ઘેરી હતી અને વીડિયો ઉતારવા બાબતે પુછતાછ કરી તે છાત્રાને ફડાકા મારી સાવરણી ફટકારવામાં આવી હતી અને આ અંગેનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો.
આ માથાકુટનો વિડીયો કોલેજના સંચાલકો સુધી પહોંચ્યો હતો અને કોલેજના સંચાલકોએ વિદ્યાર્થિનીઓના આંધ્રપ્રદેશ રહેતા વાલીઓને જાણ કરી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં કેમ્પસમાં ભેગા થઇ ‘વી વોન્ટ જસ્ટિસ'ના નારા લગાવતાં પોલીસને જાણ કરવામાં આવતાં કુવાડવા પીઆઇ બી. પી. રજયા સહિતના સ્ટાફે પહોંચી મામલો થાળે પાડયો હતો. છાત્રાઓને પોલીસ મથકે લઇ જઇ મહિલા પોલીસની હાજરીમાં કાઉન્સેલીંગ કરાયું હતું. પોલીસે વિદ્યાર્થિનીઓના બંને પક્ષને સાંભળ્યા હતાં. તેણી સગીર વયની હોઇ વાલીઓ આવ્યા બાદ વિશેષ કાર્યવાહી થાય તેવી શક્યતા છે. હાલ આ મામલે છાત્રાઓ તરફથી કોઇ અરજી ફરિયાદ આપવામાં આવી નથી. આ બનાવે શિક્ષણ જગતમાં ભારે ચકચાર જગાવી દીધી હતી.










