હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ર ઓકટોબરના હજારો કેન્સરગ્રસ્ત દર્દીઓ ગરબાની રમઝટ બોલાવશે
કલબ યુવીના મુખ્ય સહયોગથી કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા નવતર આયોજનઃ પૂ.મોરારીબાપુ આશીર્વચન આપશેઃ ૧૦૮ બહેનો દ્વારા દેવી કવચના પાઠઃ કેન્સર જાગૃતી અંગે નાટક રજુ થશેઃ બે પુસ્તકોનું વિમોચનઃ તબીબો, વિવિધ સંસ્થાના કાર્યકરો હાજરી આપશે

રાજકોટ : રંગીલું રાજકોટ શહેર હોવાની ઓળખ ધરાવતું હોવા સાથે સ્વાસ્થ્ય સંબંધિત ગમે તે પડકારોની સ્થિતિમાં પણ મોજ કરવા અને આફતને અવસરમાં પલટાવી નાખવાની પણ આગવી ઓળખ ધરાવતું શહેર છે. દેશભરમાં કેન્સરગ્રસ્ત લોકોને પોતાની રીતે પીડા મુક્ત કરાવવા સંભવિત તમામ પ્રયાસો કરનાર રાજકોટની કેન્સર કેર ફાઉન્ડેશન-કેન્સર કલબ દ્વારા થોડા સમય પહેલા કેન્સરમાંથી મુક્ત થયેલા દેશભરના કેન્સર વોરિયર મહિલાઓના ફેશન શોને યોજવામાં આવ્યા બાદ હવે ગુજરાતભરના કેન્સરગ્રસ્ત દર્દીઓ-વોરિયર્સ માટે ક્લબ યુવીના સૌજન્યથી નવરાત્રીના અવસરે ૨, ઓકટોબરના રાજકોટના આંગણે નવતર ગરબા મહોત્સવ સહિતના મેગા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ પ્રસંગે પૂ.મોરારીબાપુ ખાસ ઉપસ્થિત રહેશે.
શહેરના સ્પિડવેલ પાર્ટી પ્લોટ, ૧૫૦ ફૂટ રીંગ રોડ- ખાતે ૨, ઓકટોબર ૨૦૨૪ના સાંજે ૬થી ૧૧ વાગ્યા સુધી યોજનારા આ એક દિવસીય નવરાત્રી મહોત્સવમાં ગુજરાતના કેન્સરગ્રસ્ત વોરિયર બહેનો, ભાઈઓ અને બાળકો મથુર બુધ્ધદેવ અને એમના સાથી નામી કલાકારોના સંગાથે ગીત સંગીત ગરબાની રમઝટ બોલાવશે. ત્રણ હજાર કેન્સરગ્રસ્ત દર્દીઓ-વોરિયર માટે નવરાત્રી-ગરબા મહોત્સવ સાથે ૧૦૮ બહેનો દ્વારા દેવી કવચના પાઠનું પણ આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું. કેન્સર વોરિયરોની સાથે મળીને તેમના કુટુંબીજનો મળીને આ નવરાત્રી મહોત્સવમાં ૯ હજાર લોકો જોડાય એવો અંદાજ છે. આ સિવાય ૨૦૦ કેન્સર નિષ્ણાંતો અને વિવિધ શાખાના ડોકટરો અને એમના પરિવારના મેમ્બરો પણ કેન્સર હોસ્પિટલના સ્ટાફ મેમ્બરો સાથે આ મહા મહોત્સવમાં જોડાશે. તમામ જ્ઞાતિના લોકો આ ઉત્સવમાં જોડાઈ રહ્યા હોવા સાથે ૧ હજારથી વધુ સામાજિક સેવાભાવી સંસ્થાઓ, ટ્રસ્ટીઓ વિ.આ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.
આ મહોત્સવમાં કોલેજો અને યુનિવર્સિટીના હોદેદારો, સ્ટાફ અને વિદ્યાર્થી બહેનો-ભાઈઓ પણ જોડાશે. રાસગરબા સાથે સંગીત-નળત્યના આ મહોત્સવમાં કેન્સરના દર્દીઓને પ્રોત્સાહન વધારવા ઈનામ રૂપે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તમામ બહેનો-દિકરીઓને એચપીવી વેક્સિનેશન ગિફ્ટ વાઉચર અને મેમોગ્રાફી ટેસ્ટ ગિફ્ટ વાઉચર પણ વિનામૂલ્યે આપવામાં આવશે.
આ ઉત્સવના ભાગરૂપ આ મેગા નવરાત્રી ઉત્સવ માટે સિસ્ટમ્સ વ્યવસ્થા અને આધુનિક સંગીત લાઈટ, ડેકોરેશન, બેઠક વ્યવસ્થા અને ખેલૈયાઓની તમામ જરૂરીયાતને સમજી શકતા કલબ યુવીના પ્રમુખ બિપીનભાઈ બેરા અને તેમની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે. જ્યારે કેન્સર કેર ફાઉન્ડેશનના અશ્વિન સોલંકી, રૂપલ કોટક, હંસાબેન પટેલ, જયોતી શાષાી, અલ્પના રાવલ, દિગ્વિજયસિંહ જાડેજા, ભાવેશભાઈ માકડિયા, જલ્પાબેન કુબાવત સહિત સહયોગ આપી રહ્યા છે.
કેન્સર કેર ફાઉન્ડેશન અને કલબ યુવિના સૌજન્યથી આયોજીત આ નવરાત્રી ઉત્સવમાં જોડાવવા વધુ વિગતો માટે મો. ૯૪૨૬૯૦૦૮૯૪, ૯૪૨૮૨૭૨૯૭૬, ૯૬૬૪૬૯૬૫૦૧, ૯૭૧૪૦૬૬૫૧૩, ૯૮૨૫૬૭૩૩૪૪.










