<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

ચીકનના ધંધાર્થી રીઝવાને ૨૧ વર્ષની યુવતિને મિત્રતાના નામે ફસાવીઃ અજમેરમાં તેમજ સ્‍લીપર કોચ બસમાં દૂષ્‍કર્મ

યુવતિ બગીચામાં માસીયાઇ ભાઇ સાથે ફરવા ગઇ ત્‍યારે ભાઇના મિત્ર એવા રિઝવાને ફોન નંબર મેળવી મિત્રતા કેળવી પછી ફસાવી લીધાનો આરોપ : ફરવાના બહાને અજમેર લઇ જઇ ગેસ્‍ટહાઉસમાં રૂમ રાખ્‍યોઃ રાતે સુતી હોઇ જગાડીને બળજબરી આચરીઃ વળતા ચાલુ બસે પણ બળાત્‍કારઃ રાજકોટ આવી કહ્યું-મેં સંબંધ બાંધ્‍યા તેની કોઇને વાત ન કરતી, બાળક રહી ગયું હોય તો ચિંતા ન કરતી હું લગ્ન કરી લઇશઃ જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત પણ કરતાં ફરિયાદઃ પ્ર.નગર પોલીસે સકંજામાં લીધો

રાજકોટ તા. ૨૩: શહેરમાં ચીકનની દૂકાન ચલાવતાં મુસ્‍લિમ શખ્‍સે એક હિન્‍દુ યુવતિને મિત્રતાના નામે ફસાવી અજમેર ફરવા લઇ જઇ ત્‍યાં ગેસ્‍ટહાઉસના રૂમમાં અને ત્‍યાંથી પરત આવતી વખતે સ્‍લીપર કોચ બસમાં બળાત્‍કાર ગુજારી લેતાં અને બાદમાં લગ્નની લાલચ દઇ રાજકોટમાં પણ દૂષ્‍કર્મ આચરતાં તેમજ છેલ્લે જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરતાં ભોગ બનનારે પોલીસની મદદ લેતાં ગુનો દાખલ થયો છે.

દૂષ્‍કર્મની વધુ એક ઘટના સામે આવી છે જેમાંએકવીસ યુવતિ તેના માસીયાઇ ભાઇ સાથે બગીચામાં આટો મારવા ગઇ ત્‍યારે માસીયાઇ ભાઇના મિત્ર એવા કાલાવડ રોડ પર પચ્‍ચીસ વારીયા ક્‍વાર્ટરમાં રહેતાં રીઝવાન નામના શખ્‍સે મોબાઇલ નંબરની આપ લે કરી બાદમાં વાતચીત કરી મિત્રતા બાંધી ફરવા જવાના નામે સ્‍લીપર કોચ બસમાં અજમેર લઇ જઇ ત્‍યાં ગેસ્‍ટ હાઉસના રૂમમાં રોકાયા ત્‍યારે તેણી સાથે બળજબરીથી બળાત્‍કાર ગુજારી લેતાં અને વળતા સ્‍લીપર કોચ બસમાં પરત રાજકોટ આવતાં હતાં ત્‍યારે ચાલુ બસમાં પણ દૂષ્‍કર્મ આચરી લેતાં ફરિયાદ દાખલ કરાવાઇ છે. પ્ર.નગર પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે.

બનાવ અંગે પોલીસે એકવીસ વર્ષની યુવતિની ફરિયાદ પરથી કાલાવડ રોડ ૨૫ વારીયા ક્‍વાર્ટરમાં રહેતાં રીઝવાન ઇસ્‍માઇલભાઇ માંડરીયા વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૬૪ (૨), (એમ), ૬૯ તથા એટ્રોસીટી એક્‍ટ હેઠળ મિત્રતા કેળવી, લગ્નની લાલચ આપી અલગ અલગ સમયે તેણીની ઇચ્‍છા વિરૂધ્‍ધ બળાત્‍કાર ગુજારી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કર્યાનો ગુનો નોંધ્‍યો છે.

ભોગ બનનાર યુવતિએ પોલીસ સમક્ષ વિગતો આપતાં જણાવ્‍યું હતું કે મેં બારમા ધોરણની પરિક્ષા આપી છે. મારા માતા અને બહેન સાથે રહુ છું. થોડા મહિના પહેલા હું મારા માસીયાઇ ભાઇ સાથે બગીચામાં આટો મારવા ગઇ ત્‍યારે ભાઇનો મિત્ર રીઝવાન માંડરીયા પણ ત્‍યાં આવ્‍યો હતો. વાતચીત દરમિયાન રિઝવાને મારા મોબાઇલ નંબર લીધા હતાં. એ પછી અમારી વચ્‍ચે મિત્રતા થતાં ફોનમાં એક બીજા સાથે વાત કરતાં હતાં. એક વખત રીઝવાને ફરવા જવાની વાત કરતાં અને અજમેર જવું છે તેમ કહેતાં તા. ૨૦/૬ના રોજ અમે ગ્રીનલેન્‍ડચોકડી નજીકથી સ્‍લીપર કોચ બસમાં બેસીને અજમેર ગયા હતાં.

ત્‍યાં ૨૧મીએ પહોંચ્‍યા બાદ ગેસ્‍ટહાઉસ  હોટેલ જેવુ હતું તેમાં રૂમ રાખી રોકાયા હતાં. રાતે હું સઇ ગઇ હતી ત્‍યારે રિઝવાને મને જગાડી હતી અને મારી સાથે બળજબરી કરવા માંડયો હતો. મેં ના પાડી છતાં તે માન્‍યો નહોતો અને બળાત્‍કાર ગુજારી લીધો હતો. એ પછી ૨૨મીએ ત્‍યાંથી સ્‍લીપર કોચ બસમાં રાજકોટ આવવા રવાના થયા ત્‍યારે બસમાં પણ મારી સાથે બળજબરી આચરી લીધી હતી. બાદમાં અમે ૨૩મીએ રાજકોટ પહોંચ્‍યા ત્‍યારે રીઝવાને મને લગ્નની લાલચ આપી હતી અને કહ્યું હતું કે બાળક રહી ગયું હોય તો પણ ચિંતા ન કરવી, હું લગ્ન કરી લઇશ. એ પછી અમે રેસકોર્ષમાં મળતાં હતાં. બાદમાં મારા માતા બહારગામ જતાં તેણે ફરી મારી સાથે દૂષ્‍કર્મ આચરી લીધુ હતું. છેલ્લે લગ્નની ના પાડી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરતાં ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં ભોગ બનનારે કહેતાં પીઆઇ બી. એમ. ઝણકાત અને રાઇટર મન્‍સુરશા સહિતે ગુનો દાખલ કરી આરોપીને સકંજામાં લેવા તજવીજ કરી હતી.

આરોપી રીઝવાન ૨૩ વર્ષનો છે અને ભીમનગર નજીક ચીકનની દૂકાન ચલાવે છે. એસીપી રાધીકા ભારાઇ આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે.

(3:05 PM IST)