<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

ડો. પાર્થ સહિત બે જણાના ત્રાસને કારણે મહિલા તબિબ બિંદીયા બોખાણી આત્‍મહત્‍યા કરવા મજબૂર થયાની ફરિયાદ

દોઢ વર્ષ પહેલા માધાપર ચોકડી પાસેના ફલેટમાં ‘હું જિંદગીથી કંટાળી ગઇ છું, કોઇનો વાંક નથી, બધા ખુશ રહેજો' એવી ચિઠ્ઠી લખી આપઘાત કર્યો'તો : કોર્ટના આદેશ બાદ ગાંધીગ્રામ પોલીસે એફઆઇઆર દાખલ કરીઃ ડોક્‍ટરે પ્રેમજાળમાં ફસાવી ફોટા વિડીયો ઉતારી બદનામ કરવાની ધમકી આપી મોૈલિક ઉર્ફ મીતની મદદ લઇ શોષણ કર્યાનો ચોંકાવનારો આરોપઃ એસીપી રાધિકા ભારાઇ દ્વારા તપાસ

રાજકોટ તા. ૨૩: શહેરમાં વર્ષ ૨૦૨૩ના મે માસમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલી ખાનગી હોસ્‍પિટલમાં છેલ્લા એક વર્ષથી તબીબ તરીકે સેવા આપતી મહિલાએ પોતાના માધાપર ચોકડી પાસેના ફલેટ પર અગમ્‍ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં જે તે વખતે કોઇ ચોક્કસ કારણ બહાર આવ્‍યું નહોતું. હું જિંદગીથી કંટાળી ગઇ છું, બધા ખુશ રહેજો, કોઇનો વાંક નથી...એવી ચિઠ્ઠી લખીને તેણીએ આપઘાત કરી લીધો હતો. દરમિયાન હવે આ કેસમાં ચોંકાવનારો વણાંક આવ્‍યો છે. મહિલા તબિબને ડોક્‍ટર સહિત બે શખ્‍સે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી મરવા મજબૂર કર્યાનો ગુનો દાખલ થયો છે. કોર્ટના આદેશ બાદ આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ગુનો દાખલ થયો છે.

આ બનાવમાં  ધ્રોલ રહેતાં જાનુબેન ગોવિંદભાઇ બોણાણી (ઉ.વ.૫૭)ની ફરિયાદ પરથી કોર્ટના આદેશ અનુસાર ગાંધીગ્રામ પોલીસે એમ-કેસ દાખલ કર્યો છે. જેમાં આરોપી તરીકે મોૈલિક ઉર્ફ મીત જોબનપુત્રા અને પાર્થ દિપકભાઇ જોબનપુત્રા (ડોક્‍ટર, રહે. પુષ્‍કરધામ મેઇન રોડ, સ્‍વસ્‍તિક સ્‍કૂલ પાસે ઘનશ્‍યામનગર મેઇન રોડ, ક્રિસ્‍ટલ મોલ રોડ) વિરૂધ્‍ધ આઇપીસી ૩૦૬, એટ્રોસીટી એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો છે. જેમાં આરોપ મુકાયો છે કે ફરિયાદી જાનુબેનના દિકરી બિંદીયાબેન ગોવિંદભાઇ બોખાણી અનુસુચિત જ્ઞાતિના હોવાનું જાણવા છતાં લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી તેણીના ફોટો, વિડીયો ઉતારી લઇ બદનામ કરવાની ધમકી આપી આરોપી ડો. પાર્થ જોબનપુત્રાએ તેણીના અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્‍ય ડોકયુમેન્‍ટ પોતાના હસ્‍તક રાખી લઇ લગ્ન કરવાના બહાને  બિંદીયાબેનનું શોષણ કરી તેણીને મરી જવા મજબૂર કરતાં ૨૪/૫/૨૩ના રોજ તેણીએ માધાપર ચોકડી પાસે મોરબી બાયપાસ પર અતુલ્‍યમ આંગનવન બી-૧૦૪ નામના ફલેટમાં પંખામાં દૂપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. એસીપી રાધિકા ભારાઇએ આ કેસની આગળની તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્‍યા મુજબ બિંદીયાબેન ગોવિંદભાઈ બોખાણી છેલ્લા એક વર્ષથી ખાનગી હોસ્‍પિટલના ઓપીડી વિભાગ અને ઇમર્જન્‍સી વિભાગમાં સેવા આપી રહ્યા હતા. તેમજ અગાઉ તેઓ હોસ્‍પિટલમાં તબીબ તરીકે નોકરી કરતા હતા. જે તે વખતે   બિંદીયાબેનના માતા જાનુબેન બોખાણીએ દીકરીને ફોન કર્યો હતો. ત્‍યારે દીકરીએ ફોન ઉપાડ્‍યો નહોતો. ત્‍યારે આ મામલે માતાએ બિંદિયાના પિતાને વાત કરી હતી. ત્‍યારે પાડોશીને વાતની જાણ કરી દરવાજો ખોલાવતા મહિલા ડોક્‍ટરનો મળતદેહ લટકતો જોવા મળ્‍યો હતો. પોલીસ તપાસમાં એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. તેમાં લખ્‍યું હતું કે, ‘હું જિંદગીથી કંટાળી ગઈ છું, બધા ખુશ રહેજો કોઈનો વાંક નથી.'

આ ઘટનામાં કોર્ટના આદેશ બાદ દોઢ વર્ષ બાદ ધ્રોલમાં રહેતાં મળતક મહિલા તબિબના માતા જાનુબેન બોખાણીની ગાંધીધામ પોલિસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં આરોપી તરીકે પુષ્‍કરધામ મેઈન રોડ પર ઘનશ્‍યામ નગર મેઇન રોડ પર રહેતા ડો. પાર્થ દીપકભાઈ જોબનપુત્રા અને મૌલિક ઉર્ફે મિત જોબનપુત્રાનુ નામ લખાવવામાં આવ્‍યુ છે. પોલીસ આ મામલે હવે તપાસ આગળ ધપાવશે.

(11:49 AM IST)