હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુરુવારે ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિરે નિઃશૂલ્ક ઓશો ધ્યાન શિબિર-સન્યાસ ઉત્સવ-હૃદયાંજલી પુષ્પાંજલી-મ્યુઝીકલ ઓરકેસ્ટ્રા
ર૬ સપ્ટેમ્બર ઓશો નવ સન્યાસ દિવસ નિમિતે

આયોજનઃ સ્વામી સત્ય પ્રકાશ, બકુલાબેન ચંદ્રકાન્તભાઇ કામદાર (નિવેદિતામાંના ભાઇ-ભાભી) શિબિર સંચાલીકાઃ- માં યોગ મિનાક્ષી (મનીષાબા પરમાર) કાર્યક્રમ સંચાલીકાઃ- પૂર્વી દિદિ (માં પૂર્વી પ્રકાશ) નિર્વાણ માં યોગ નિવેદિતા (રમાબેન કામદાર) ની બીજી નિર્વાણતીથી નિમિતે નમોઃ અરીહંતાણમ્ ઓશો કિર્તન સાથે હૃદયાંજલી પુષ્પાંજલી, રાધીકા મ્યુઝીકલ ઓરકેસ્ટ્રાના રાત્રે વિશેષ કાર્યક્રમ. સંપુર્ણ શિબિરમાં સહભાગી થવું હોય તેજ વ્યકિત નામ નોંધણી કરાવે. શિબિર શરુ થઇ ગયા બાદ આવનારને પ્રવેશ આપવામાં નહીં આવે. નામ નોંધણી શરૂં.
રાજકોટ તા. ર૩: શહેરના હૃદયસમા કિસાનપરા ચોકમાં આવેલ ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિર પર તા. ર૬ ને ગુરૂવારે ઓશો નવ સન્યાસ દિવસ નિમિતે બપોરના ૩ થી ૮-૩૦ દરમ્યાન ઓશો ધ્યાન શિબિરનું આયોજન સ્વામિ સત્ય પ્રકાશ તથા નિર્વાણ નિવેદિતામાંના ભાઇ-ભાભી બકુલાબેન ચંદ્રકાન્તભાઇ કામદાર દ્વારા સંયુકત કરવામાં આવ્યું છે. શિબિરનું સંચાલન માં યોગ મિનાક્ષી (મનીષાબા પરમાર) કરવાના છે.
શિબિર દરમ્યાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો. ઓશો સન્યાસ આપે છે તેની દુર્લભ વિડીયો દર્શન. ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિરના પ્રણેતા-માર્ગદર્શક માં યોગ નિવેદિતાજી (રમાબેન કામદાર)ની બીજી નિર્વાણતીથી નિમિતે તેમના કહેવા અનુસાર તેમનું ફેવરીટ ઓશો કિર્તન નમોઃ અરીહંતાણમ સાથે હૃદયાંજલી-પુષ્પાંજલી અર્પણ કરાશે. તથા તેમની સાથે વર્ષોથી અતીનીકટ રહેલા સ્વામિ સત્ય પ્રકાશ તથા અન્ય સન્યાસીઓ દ્વારા તેમની સાથેના સંસ્મરણો સેર કરશે. સંધ્યા સત્સંગ બાદ રાત્રે ૮-૩૦ વાગ્યે મહાપ્રસાદ.
સ્વામિ સત્ય પ્રકાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સૂત્ર લોકલ ફોર વોકલ તથા મહિલા સશકિતકરણ-આત્મનિર્ભર રહેવાના અભીગમને અપનાવ્યો છે. જેથી કરીને હવેની દરેક શિબિરમાં લેડીઝ સન્યાસીનીને સંચાલીકા બનાવવાનો દરેક શિબિર આયોજકોને અનુરોધ કરેલ છે. જેના અનુસંધાને ઓશો નવ સન્યાસ દિવસથી માં યોગ મિનાક્ષી (મનીષાબા પરમાર) આ શિબિરનું સંચાલન કરવાના છે. જેઓએ એમ.એસ.સી. હોમ સાયન્સ સુધીનો અભ્યાસ કરેલ છે જેઓ બાળ વિકાસ યોજના અધિકારી હતા. હાલમાં સ્વૈચ્છીક નિવૃતી લીધેલ છે. તેઓ સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા હતા.
હિમાચલ પ્રદેશના મનાલીમાં તા. રર સપ્ટેમ્બરથી પ ઓકટોબર ૧૯૭૦ દરમ્યાન આચાર્ય શ્રી રજનીશના (ઓશો) સાનીધ્યમાં રાખવામાં આવેલ. આ શિબિર દરમ્યાન ર૬ સપ્ટે.ના રોજ આચાર્યશ્રીએ ક્રાંતિના એક નવા કદમની ઘોષણા કરી અને તે અભિનવ સન્યાસની ત્યાં હાજર રહેલા ર૧ જેટલા ભાઇ-બહેનોએ સન્યાસ ધારણ કર્યો જેથી આ દિવસને ઓશો નવ સન્યાસ દિવસ તરીકે ઓશો જગતમાં ઉજવાય છે.
મહાપ્રસાદ બાદ રાત્રે ૯ વાગ્યે રાધીકા મ્યુઝીકલ ગ્રુપના ઓરર્ગેનાઇઝર રક્ષા લીયા તથા સાથી કલાકાર એચ. કે. લીયા તથા દીપા ચાવડા દ્વારા જુના-નવા પિકચરોના ગીતોનો કાર્યક્રમ.
ઉપરોકત શિબિરમાં સહભાગી થવા ઓશો સન્યાસી પ્રેમીઓને સ્વામિ સત્ય પ્રકાશે હાર્દિક અનુરોધ કરેલ છે. શિબિર સ્થળ-ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિર, કિસાન પરા ચોક, રાજુભાઇ ફુલવાળાની બાજુમાં, રાજકોટ.
વિશેષ માહિતી તથા એસએમએસ દ્વારા નામ નોંધણી માટેઃ સ્વામિ સત્ય પ્રકાશઃ ૯૪ર૭ર પ૪ર૭૬, સંજીવ રાઠોડઃ ૯૮ર૪૮ ૮૬૦૭૦










