હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વોર્ડ નં. ૧ માં અમૃતપાર્ક શેરી નં. ૩ માં ગેરકાયદે દિવાલ દૂર કરોઃ રહેવાસીઓનો આક્રોશ
અવર-જવર માટેનો રોડ વગર પરવાનગીએ બિન-અધિકૃત રીતે બંધ કરી દિવાલ ચણી લેવામાં આવી : ટીપરવાન કે કોઇ આકસ્મીક સમયે એમ્બ્યુલન્સ પણ શેરીમાં જઇ શકતી નથી, અહિં ધાર્મિક સ્થળ બનાવવા પણ હિલચાલઃ સમૃધ્ધિ પાર્ક, અમૃતપાર્ક, જે. કે. પાર્ક સહિતના રહેવાસીઓને ભારે હાલાકીઃ મ્યુ. કમિશનર અને પોલીસ કમિશનરને રજૂઆત

રાજકોટ : અહીંના વોર્ડ નં. ૧ માં અમૃતપાર્ક, શેરી નં. ૩ માં બિનઅધિકૃત દિવાલ બનાવી નાખવામાં આવતા આ શેરીના લોકો અને આસપાસના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ શેરીમાં ટીપરવાન કે કોઇ આકસ્મીક સમયે એમ્બ્યુલન્સ પણ પ્રવેશી શકે તેમ નથી તેવી હાલત હોવાનું રહેવાસીઓએ જણાવ્યું છે.
આ મામલે સમૃધ્ધિ પાર્ક, અમૃત પાર્ક, જે. કે. પાર્ક, કમિશનરશ્રીને આવેદન પાઠવી જણાવેલ કે, અમો ઉપરોકત સોસાયટીના રહવાસીઓ અને નાગરિકો આપ સાહેબોને નમ્ર અરજ કરીએ છીએ કે, વોર્ડ નં.૧ રૈયા રોડ, પ્રમુખસ્વામી ઓડીટોરીયમ સામે, શાંતિનિકેતન રેસીડેન્સી સોસાયટી શેરી નં.એ, બી તથા અમળત પાર્ક સોસાયટીને જોડતો, જાહેર માર્ગ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉ ખોલાવી આપવામાં આવેલ જે જાહેર રસ્તો શાંતિનિકેતન સોસાયટીના ૫ કે ૭ પરીવારો દ્વારા મનસ્વી રીતે કાયમી રીતે બંધ કરી ઉપર મુજબની સોસાયટીઓના કુલ-૧૨૦૦ થી ૧૫૦૦ જેટલા પરીવારોને નુકશાની થાય તે રીતે ઉભી કરી રસ્તો બંધ કરી દેવામાં આવેલ છે. અમો ઉપરોકત સોસાયટીઓના રહેવાસીઓના નાના બાળકો માટે સ્કુલોની બસો, ઓફીસે જવા માટે તેમજ અન્ય જીવનજરૂરીયાત અંગેની વસ્તુઓ લેવા અને કાયમી રીતે અવર-જવર કરવા માટે ઉપર મુજબના રસ્તાઓ પણ જો બંધ કરવામાં આવે તો ખુબ જ પ્રમાણમાં હાલાકી ભોગવવી પડતી હોય છે.
બાબતે અમારા દ્વારા અગાઉ પણ રજુઆતો કરવામાં આવેલ છે. પરંતુ આજદિન સુધી આ અંગે કાયમી ઉકેલ આવેલ નથી. આ રજુઆત કરી રહયા છીએ ત્યારે ત્યાં અનઅધિકળત રીતે હનુમાનજી ભગવાનની દેરી દિવાલને લગોલગ ઉભી કરવાની પેરવીઓ શાંતિનીકેતન સોસાયટીના રહેવાસીઓ દ્વારા થઈ રહેલ હોવાનું અમો રહેવાસીઓના જાણમાં આવેલ છે. અમળતકપાર્ક શેરી નં.૩ ની શેરી બંધ મનસ્વી રીતે થયેલ.
હોય જે જાણીને અમળતપાર્ક શેરી નં.૨ને પણ મનસ્વી રીતે બંધ કરી દેવા માટે શાંતિનિકેતન સોસાયટીના રહેવાસીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ હોવાનું અમો રહેવાસીઓના ધ્યાન પર આવેલ છે. આમ, સંપુર્ણ મનસ્વી રીતે આમ ને આમ શેરીઓ બંધ કરવામાં આવશે તો અમો કુલ-૧૨૦૦ થી ૧૫૦૦ જેટલા પરીવારોને બહારના મેઈન રોડ સુધી નિકળવા માટે એપ્રોચ કઈ રીતે મળશે? તે એક પક્ષ પ્રશ્ન છે અને જે-તે સમયે બિનખેતી થયા બાદ તેને જોડતા જાહેર માર્ગો નિયમોનુસાર ખોલવામાં આવતા જ હોય છે. આ જાહેર રસ્તો ટાઉન પ્લાનીંગ મુજબ ખુલ્લો રસ્તો છે.
આ બાબતે જરૂરી સ્થળ તપાસ કરાવી આ અંગે જી.પી.એમ.સી. એકટ મુજબ જાહેર રસ્તાને કાયમી રીતે ખુલ્લો કરાવી આપવા અરજ છે. શાંતિનીકેતન સોસાયટીઓના અમુક કનડગત કરતા રહેવાસીઓ અવાર-નવાર મનસ્વી રીતે કોઈ પણ પ્રકારની તંત્રની પરવાનગી વગર રસ્તો બંધ કરી અમો રહેવાસીઓને ખોટી રીતે પરેશાન કરેલ છે. જે-તે સમયે રેવન્યુ રેકર્ડ માં પણ અમળત પાર્કના રહેવાસીઓએ એપ્રોચ મેળવવાનો રહેશે તેવુ ધ્યાન પર આવેલ છે. આપ સાહેબશ્રીને અમ રહેવાસીઓની એટલી નમ્ર અરજ છે કે, આપ સાહેબશ્રી રૂબરૂમાં સ્થળ વિઝીટ કરવા, આપના ટી.પી. શાખા અને વિજીલન્સ શાખાના સ્ટાફને સાથે રાખી જી.પી.એમ.સી. એકટની જોગાવઈઓથી મળેલ સતાની રૂએ જરૂરી પડયે ફરજમાં રૂકાવટનો ગુન્હો દાખલ કરી ઉકત દિવાલ તોડાવી આપી અમળતપાર્ક શેરી નં.૧, શેરી નં.૨ અને શેરી નં.૩ કે જે મનસ્વી રીતે અમુક પરીવારો દ્વારા કોઈપણ પ્રકારની પરવાનગી વગર બંધ કરવામાં આવેલ છે તે ખોલાવી આપવા અંતમાં જણાવાયું છે.
આ મામલે વોર્ડ નં. ૧ ના કોર્પોરેટરો ડો. અલ્પેશ મોરઝરીયા, મંત્રી ભાનુબેન બાબરીયા, હિરેન ખીમાણીયા અને દુર્ગાબા જાડેજાનો સહયોગ મળેલ હોવાનું જણાવાયું છે.










