<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

તંત્રની નિષ્‍ક્રીયતાને કારણે રોગચાળાનો ભરડોઃ ઘરે ઘરે ખાટલા

શહેરમાં ડેન્‍ગ્‍યુના ૨૮, ચીકનગુનીયાના ૩ કેસઃ ૯૬ હજારથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી : ઝાડા-ઉલ્‍ટી-તાવ-શરદી-ઉધરસના ૧૯૦૦થી વધુ દર્દી તંત્રના ચોપડે નોંધાયાઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૫૦૦ સ્‍થળોએ તપાસઃ ૪૫૬ને નોટીસઃ ૧૨ હજારનો વહીવટી ચાર્જ લેવાયો

મનપાના આરોગ્‍ય શાખાના મેલેરિયા વિભાગ દ્વારા મચ્‍છરજન્‍ય રોગોને નિયંત્રીત કરવા સતત પ્રયાસોનો દાવો કરવામાં આવી રહ્યો છે. વિવિધ વિસ્‍તારમાં ફોંગીંગ છંટકાવા કરવામાં આવી રહ્યું છે. (પ-ર૦)

રાજકોટ તા. ૨૩ :. શહેરમાં  છેલ્લા સપ્તાહમાં  ઘરે ઘરે રોગચાળો  દેખાય રહ્યો  છે. દીવસે ને દીવસે મચ્‍છરજન્‍ય  ડેન્‍ગ્‍યુના  કેસ વધી રહ્યા  છે.  ર૮ કેસ નોંધાયા છે. જયારે શરદી,તાવ, ઝાડા,ઉલ્‍ટીના ૧૯૦૦થી દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.

શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્‍છરજન્‍ય રોગ સાથો સાથ પાણીજન્‍ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડ અને કોલેરાના  પણ દર્દી નોંધાયા છે.  આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા.૧૬ થી રર  સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાના ૩૧ કેસ

છેલ્લા સપ્તાહમાં ડેન્‍ગ્‍યુના ૨૮,  તથા ચિકનગુનીયાના ૬ કેસ નોંધાયા છે.  સીઝનનાં મેલેરીયાના ૨૬, ડેન્‍ગ્‍યુના ૧૯ તથા ચિકનગુનિયાના ૨૩ કેસ નોંધાયા છે.  ડેન્‍ગ્‍યુ એડીસ મચ્‍છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતા હોવાથી વધુ લોકો હોય તેવા સ્‍થળોએ આવા રોગ ફેલાવવાનું જોખમ વધુ રહે છે.

શરદી-તાવના ૧૯૦ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૧૩૫ તેમજ સામાન્‍ય તાવના ૬૦૩ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૨૧૨ તથા ટાઇફોડનો ૨   સહિત કુલ ૧૯૦૦ થી વધુ  દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ  સબબ ૪૫૬ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ હજાર  ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૦૧૫ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૪૦૦ થી વધુ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૪૫૬  લોકોને નોટીસ પાઠવી હતી. જયારે ૧૦ હજારનો વહીવટી ચાર્જ પણ વસુલાયો હતો. (૫.૨૦)

ડેન્‍ગ્‍યુ-મેલેરિયા અટકાવવા માટે આટલું કરો

-        પાણીની સિમેન્‍ટની ટાંકી, સિન્‍ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્‍ય પાણી ભરેલ તમામ પાત્રો

હવાચુસ્‍ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્‍ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્‍ત ઢાંકીને રાખીએ.

- પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.

 -       ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ.

- બિનજરૂરી ડબ્‍બાડુબ્‍લી, ટાયર, ભંગારનો યોગ્‍ય સ્‍થળે નિકાલ કરીએ.

- અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ.  

- છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણીનો નિકાલ કરીએ.

-        ડેન્‍ગ્‍યુનો મચ્‍છર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્‍યાન પુરૂ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા.

(3:07 PM IST)