હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગાયત્રીનગર રોડ પરથી પ્રિયંક અને મીત દારૂ-બીયર ભરેલી કાર સાથે ઝડપાયા
જયદિપ દેવડાનું નામ ખુલ્યું: ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયાની રાહબરીમાં દિલીપભાઇ બોરીચા, વિશાલભાઇ દવે સહિતની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૩: શહેરના ગોપાલનગર શેરી નં. ૯માં ખોડિયાર કૃપા નામના મકાન સામે ગાયત્રીનગર મેઇન રોડ પરથી ભક્તિનગર પોલીસે પ્રિયંક ઉર્ફ કાનો રમેશભાઇ લોખીલ (ઉ.વ.૨૦-રહે. ભગતસિંહજી ટાઉનશીપ એ વીંગ બ્લોક નં. ૬૦૨, કાલાવડ રોડ) તથા મીત વિજયભાઇ દેવડા (ઉ.વ.૧૯-રહે. ગોપાલનગર-૯, ગાયત્રીનગર રોડ)ને જીજે૧૧ઇ-૯૫૮૮ નંબરની ઝેન કારમાં દારૂની બાવન બોટલો અને બીયરના ૨૪ ટીન સાથે પકડી લઇ ૩૧૮૦૦નો દારૂ બીયર અને ૫૦ હજારની કાર મળી રૂા. ૮૧૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે દિલીપભાઇ બોરીચા, વિશાલભાઇ દવે સહિતના સ્ટાફે બાતમી પરથી આ દરોડો પાડી બંને શખ્સને દારૂ બીયરનો જથ્થો ભરેલી કાર સાથે પકડી લીધા હતાં. પુછતાછમાં બંનેએ કોઇ જયદિપ નામના શખ્સ પાસેથી લાવ્યાનું કહેતાં પોલીસે આ જયદિપ કોણ? તેની તપાસ શરૂ થતાં તે આરોપી મીતનો ભાઇ હોવાનું અને ભાજપનો કાર્યકર હોવાની ચર્ચા વહેતી થતાં પોલીસે તે અંગે તપાસ હાથ ધરી છે.










