News of Monday, 23rd September 2024
‘મને શોધતા નહી મારે એકલુ જીવવુ છે' કહી ૧૭ વર્ષની સગીરાએ ઘર છોડયુઃ શોધખોળ
તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ સામે અપહરણની કલમ હેઠળ ગુનો

રાજકોટ તા. ૨૩: એંસી ફુટરોડ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા ઘરેથી નીકળ્યા બાદ પરતન આવતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ એંસી ફૂટરોડ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા તા.૧૮ ના રોજ પોતાના ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથધરી હતી તપાસ દરમ્યાન માતાએ સગીરાને ફોન કરતા તેણે કહ્યું કે ‘‘ મને શોધતા નહી મારે એકલુ જીવવું છે' કહી ફોન કાપી નાખ્યો હતો. બાદ સગીરાની માતાએ તાલુકા પોલીસ મથકમાં જાણકરતા પોલીસે અજાણ્યા શખ્સ સામે અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી.એસ.આઇ. કે.એચ. કારેણાએ તપાસ હાથ ધરી છે.
(3:28 PM IST)










