<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

વોર્ડ નં. ૧૮માં કુલ રૂા. ૧.૩૫ કરોડના ખર્ચે ખોડીયાર ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં ડી.આઇ.પાઇપલાઇન કામનો પ્રારંભઃ ખાતમુહૂર્ત

રાજકોટઃમહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં.૧૮માં કુલ રૂ.૧.૩૫ કરોડના ખર્ચે ખોડીયાર ઇન્‍ડસ્‍ટ્રીઝ તથા આજુ બાજુના વિસ્‍તારમાં ડી.આઈ.પાઇપલાઇન નાખવાના કામનું ખાતમુહૂર્ત મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના હસ્‍તે કરવામાં આવ્‍યું.આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર સંજયસિંહ રાણા,ᅠભારતીબેન પરસાણા,ᅠદક્ષાબેન વાઘેલા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ હિતેશભાઈ ઢોલરીયા, વોર્ડ મહામંત્રી દિનેશભાઈ કિડીયા,ᅠમિતેશભાઇ દાસોટીયા,ᅠયુવા મોરચા વોર્ડ પ્રમુખ હિમાંશુ રાજયગુરૂ, મહિલા મોરચા પ્રભારી માલતીબેન ચાવડા, મહિલા મોરચાના મહામંત્રી સોનલબેન સોમૈયા, અગ્રણી મનહરભાઈ બાબરીયા, વોર્ડ આગેવાન સંસ્‍કારભાઈ અને બહોળી સંખ્‍યામાંᅠઇન્‍ડસ્‍ટ્રીઝના લોકો તેમજᅠવિસ્‍તારવાસીઓ ઉપસ્‍થિત રહેલ.આ કામે ૧૦૦ મી.મી. ડાયા.ના અંદાજે ૭૭૩૦ રનીંગ મીટર,ᅠ૧૫૦ મી.મી. ડાયા.ના અંદાજે ૧૫૪૦ રનીંગ મીટર,ᅠ૨૦૦ મી.મી. ડાયા.ના અંદાજે ૨૧૮૦ રનીંગ મીટર,ᅠ૩૦૦ મી.મી. ડાયા.ના અંદાજે ૪૩૦ રનીંગ મીટર ડી.આઈ.પાઇપ લાઇન નાખવાના કામનો સમાવેશ કરવામાં આવેલ છે.

(3:30 PM IST)