<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

સફાઇ કામદારોના વારસદારોને ‘સફાઇ સહાયક' તરીકે નિમણુંક પત્ર એનાયત

 

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા આજ ૩ સફાઈ કામદારોના વારસદારોને ‘સફાઈ સહાયક' તરીકે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયાના વરદ હસ્‍તે નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્‍યા. વિશેષમાં, જે સંસ્‍થા આપણને નોકરી આપે તે સંસ્‍થામાં આપણે શ્રેષ્ઠ,ᅠપ્રમાણિકતાથી અને પુરા ખંતથી કામગીરી કરી સંસ્‍થાનું ઋણ ચુકવવું જોઈએ. તેમ મેયરશ્રીએ અંતમાં જણાવેલ. રાજકોટ મહાનગરપાલિકામાં વારસદાર ‘સફાઈ સહાયક' તરીકે નિમણૂંક પામેલ કર્મચારીઓમાં વાઘેલા ગોપાલભાઈ ચમનભાઈ, રાઠોડ હેમલતાબેન હરીભાઈ,પરમાર લતાબેન અશોકભાઈનો સમાવેશ થાય છે.

(3:30 PM IST)