<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

યુવા સેના ટ્રસ્‍ટ દ્વારા યોજાશે ‘પ્રાચીન રાસ ગરબા મહોત્‍સવ'

જુની પ્રાચીન ૧૧ ગરબીઓને એક મંચ પર લાવી પરફોર્મની તક અપાશે : નામ નોંધાવવા ૩૦ મી સુધી તક

રાજકોટ તા. ૨૩ : ચાલો આપણી સંસ્‍કૃતિ તરફ પાછા વળીએ તેવા સુત્ર સાથે યુવા સેના ટ્રસ્‍ટ દ્વારા પ્રાચીન રાસ ગરબા મહોત્‍સવનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્‍થાના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે અર્વાચીન ગરબા સામે પ્રાચીનનું મહત્‍વ જળવાઇ રહે તે હેતુથી આ આયોજન કરાયુ છે. જેમાં નિર્ણાયકો દ્વારા શહેરની ૨૫ વર્ષ કે તેથી જુની પ્રાચીન ગરબીઓની પસંદગી કરવામાં આવશે. જેમાં સીલેકટ થયેલ ૧૧ પ્રાચીન ગરબી મંડળો માટે તા. ૧૩ ઓકટોબરના રાષ્‍ટ્રીયશાળા ખાતે રાસ ગરબાનો કાર્યક્રમ આયોજીત કરાયો છે.

આ માટે નામ નોંધણી ચાલુ થઇ ચુકી છે. ભાગ લેવા ઇચ્‍છુકો રાસ ગરબા મંડળોએ ફોર્મ ભરવા કે વધુ માહીતી માટે તા. ૩૦   સુધીમાં યવા સેના ટ્રસ્‍ટના કાર્યાલય ‘સેવાભવન', ભોલેનાથ સોસાયટી, શેરી નં. ૪, અંકુર વિદ્યાલય મેઇન રોડ, ગુરૂપ્રસાદ ચોક ખાતે રવિવાર સિવાયના દિવસોમાં સવારે ૯ થી ૧૨ અને સાંજે પ થી ૭ દરમિયાન રૂબરૂ અથવા મો.૮૪૬૦૬ ૯૬૧૦૮ અથવા પ્રોજેકટ મેનેજર સોનલબેન વાછાણી મો.૯૯૯૮૬ ૧૯૮૭૦ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

ભાગ લેનાર ગરબી મંડળની દિકરીઓને લ્‍હાણી તેમજ મોમેન્‍ટો આપી પ્રોત્‍સાહીત કરાશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા સમાજ સેવક હિંમતભાઇ લાબડીયા અને રાજેશભાઇ ભાતેલીયાના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવાઇ રહી છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્‍થાના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલા અને સાથે સોનલબેન વાછાણી, રાજેશભાઇ ભાતેલીયા, શીલ્‍પાબેન મકવાણા, નીખીલભાઇ જવેરા, જગદીશભાઇ વ્‍યાસ, આરતીબેન વ્‍યાસ, નરેન્‍દ્રભાઇ સોલંકી નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:30 PM IST)