વોર્ડ નં. ૧૮માં ગંદા પાણીની સમસ્યા બનશે ભૂતકાળ
૨.૫૩ કરોડના ખર્ચે ડ્રેનેજ લાઇન કામનો પ્રારંભ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૮માં કુલ રૂ.૨.૫૩ કરોડના ખર્ચે નવી સોસાયટીઓમાં ડ્રેનેજ નેટવર્ક નાખવાના કામનું ખાતમુહૂર્ત કેબિનેટમંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે કરવામાં આવ્યું. આ ખાતમૂહૂર્ત કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ કામમાં આ કામે ૧૦૦ મી.મી. ડાયા.ના અંદાજે ૭૫૦૦, ૧૫૦ મી.મી. ડાયા.ના અંદાજે ૩૮૦૦ રનીંગ મીટર, ૨૦૦ મી.મી. ડાયા.ના અંદાજે ૪૦૦ રનીંગ મીટર, ૨૫૦ મી.મી. ડાયા.ના અંદાજે ૩૦૦ રનીંગ મીટર, ૩૦૦ મી.મી. ડાયા.ના અંદાજે ૧૫૦ રનીંગ મીટરમાં ડ્રેનેજ પાઇપ લાઇન નાંખવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કામ થવાથી ખોડલધામ રેસી., જયનગર, રૂષિપ્રસાદ, રામેશ્વર ગોલ્ડ વિગેરે સોસાયટીના આશરે ૬૫૦૦ લોકોને ફાયદો થશે અને સુવિધામાં વધારો થશે.આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કેબિનેટમંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર સંજયસિંહ રાણા, ભારતીબેન પરસાણા, દક્ષાબેન વાઘેલા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ હિતેશભાઈ ઢોલરીયા, વોર્ડ મહામંત્રી દિનેશભાઈ કિડીયા, મિતેશભાઇ દાસોટીયા, યુવા મોરચા વોર્ડ પ્રમુખ હિમાંશુ રાજયગુરૂ, મહિલા મોરચા પ્રભારી માલતિબેન ચાવડા, યુવા મોરચા મહામંત્રી કેવિન વસાણી અને બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.










