<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

‘ટેલેન્‍ટ હન્‍ટ ૨૦૨૪' : નિરમા યુનિવર્સિટીના આંગણે પ્રતિભાઓ ખીલી ઉઠી

રાજકોટ : નિરમા યુનિવર્સિટી ખાતે ઇન્‍સ્‍ટિટયુટ ઓફ કોમર્સ દ્વારા ડીન અને ડીરેકટર પ્રો. ડો. ઉદય પાલીવાલના માર્ગદર્શન હેઠળ અને ડો. સી.એસ. બુટાનીના સંકલન હેઠળ ‘ટેલેન્‍ટ હન્‍ટ ૨૦૨૪'નું આયોજન કરાયુ હતુ. જેના ભાગરૂપે સ્‍ટુડન્‍ટ એકટીવીટી સેન્‍ટર ખાતે ટેબલ ટેનિશ અને કેરમ મેચ જેવી પ્રવૃત્તિનો પ્રારંભ થયો હતો. સાથે સાથે સાહિત્‍યના ઉત્‍સાહીઓએ ‘ધ સ્‍લેંગ ડીકશનરીઃ એ સર્વાઇવલ ગાઇડ'માં સહભાગી બની પોતાની અશિષ્‍ટ ભાષાની શોધ કરી અનોખા શબ્‍દોનો શબ્‍દકોષ તૈયાર કર્યો હતો. જયારે ‘જેનર રૂલેટ' ઇવેન્‍ટમાં વિદ્યાર્થીઓએ વિરોધાભાસી શૈલીઓને મર્જ કરી વાર્તાઓ બનાવવાનો પડકાર ઝીલ્‍યો હતો. ‘ચીન કેનવાસઃ આર્ટ અન્‍વીલ્‍ડ' ઇવેન્‍ટમાં વર્ગખંડો કલાત્‍મક જગ્‍યાઓમાં પરિવર્તિત કરાયા હતા. બપોર બાદનું સત્ર સાંસ્‍કૃતિક પ્રદર્શનથી રસપ્રચુર બન્‍યુ હતુ. જેની શરૂઆત ‘ધ ડ્રામા ડેન'થી થઇ હતી. અસાધારણ અભિનય પ્રતિભાને રજુ કરાઇ હતી. ત્‍યાર બાદ ‘મીમ બુલેટીન : બ્રેકીંગ' જેમાં વિનોદી ભાષણો અને મીમ પ્રેરીત રમુજથી શ્રોતાઓને હળવાફુલ કરાયા હતા. છેલ્લે નૃત્‍ય કાર્યક્રમ સાથે સમારોહનું સમાપન કરાયુ હતુ.

(4:10 PM IST)