<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

સોનમ નવનાત વણિક ગરબાઃ ચંદ્રમાની ચાંદની વચ્‍ચે યુવાધન ડોલશે

ર લાખ ચોરસ ફુટનું વિશાળ મેદાન, ૧ લાખ વોટની સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સઃ ખૈલેયાઓને લાખેણા ઇનામો અપાશે

રાજકોટઃ નવલી નવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા છે ત્‍યારે જૈન વિઝન અને વિશ્વ વણિક સામાજિક સંગઠન દ્વારા આયોજિત - સોનમ નવનાત વણિક ગરબા-૨૦૨૪માં આ વખતે ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર અયોધ્‍યા ચોકડી સુંદર મજાના ૨ લાખ ચોરસ ફૂટના કારપેટિંગ લેયર સાથેના મેદાનમાં તા. ૩ ઓક્‍ટોબરથી ૧૨ ઓક્‍ટોબર સુધી નવરાત્રી ઉજવાશે.

આ વખતે ખેલૈયાઓની માંગને ધ્‍યાનમાં રાખીને ગરબા અને બોલીવુડ સિંગર અશ્વિની મહેતા. ગરબા કિંગ ઓફ ગુજરાત અતાભાઈ અને ફોક સિંગર તુષાર ત્રિવેદી, મ્‍યુઝીક એરેન્‍જર રાજુ ત્રિવેદી રીધમ કિંગ મહેશ ઢકિયા. એન્‍કર કમ સિંગર ગાર્ગી નિમ્‍બાર્ક, ગીટારીસ્‍ટ હિતેશ મહેતા અને ફોક સિંગર તુષાર ત્રિવેદી વગેરે ધુમ મચાવશે આર્ટીસ્‍ટનું મેનેજમેન્‍ટ જીવ એન્‍ટરપ્રાઈઝના તેજસ શીશાંગીયા કરી રહ્યા છે.

સંપૂર્ણ પારિવારિક માહોલમાં નવરાત્રી ઉજવાય છે અને બહેનો નિર્ભીક બનીને ગરબે રમે છે. બહેનોને વિનામૂલ્‍યે રમવા દેવામાં આવે છે. ૧ લાખ વોટની સાઉન્‍ડ સિસ્‍ટમ, થ્રિ-લેયર, સિકયુરિટી, વિશાળ ફ્રી ર્પાકિંગ, એલઇડી ઉપર પ્રસારણ, રોજેરોજ અને ફાઇનલના દિવસે સ્‍કૂટર, બાઈક, સાઇકલ, ગોલ્‍ડ, જવેલરી, ટીવી, એસી, વોશિંગ મશીન, મોબાઈલ અને ચાંદીના સિક્કા જેવા ઇનામો, આપવામાં આવશે.

સોનમ નવનાત વણિક નવરાત્રી મહોત્‍સવના ફોર્મનું વિતરણ મધ્‍યસ્‍થ કાર્યાલય દશા સોરઠીયા વણિક ર્બોડિંગ, રવિ પ્રકાશનની બાજુમાં યાજ્ઞિક રોડ ઉપરાંત જયેશભાઈ ધ્રુવ પરતી હોન્‍ડાની સામે માલવીયા વાડી ગોંડલ રોડ, જેડીઝ આઇ કેર અમીન માર્ગ નુતન નગર પાસે, મહાવીર સિલેક્‍શન ૨- કુદરત કોમ્‍પ્‍લેક્‍સ ગંગોત્રી ડેરી વાળી શેરી સાધુવાસવાણી રોડ, મેસવાણી લેબોરેટરી મંગલમ બિલ્‍ડીંગ ૨૫ ન્‍યુ જાગનાથ એસ્‍ટ્રોન ચોક, મોનજીનીસ કેક શોપ કાલાવડ રોડ કોટચા ચોક પાસે, ફુલ એન્‍ડ બ્રધર જૈન ઉપાશ્રયની બાજુમાં કોઠારીયા નાકા, પ્રદીપભાઈ રામાણી એ-૬ ટાગોર એપાર્ટમેન્‍ટ ટાગોર રોડ, રેમન્‍ડ શોરૂમ નક્ષત્ર હાઈટ્‍સ ગ્રાઉન્‍ડ ફ્‌લોર રૈયા ટેલિફોન એક્‍સચેન્‍જ સામે અરિહંત શરાફી સહકારી મંડળી ૨૦૪ અરિહત બિઝનેસ સેન્‍ટર ગુંદાવાડી પોલીસ ચોકી પાસે કેનાલ રોડ, પાર્શ્વ ડેવલોપર્સ નવું કોસ્‍મો કોમલેકસ મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે, ટી પોસ્‍ટ રૈયા રોડ નાગરિક બેંકની બાજુમાં, જૈન સારીઝ દિવાનપરા મેઇન રોડ શ્રીજી ઇલેક્‍ટ્રો વિઝન મનીષ કોમ્‍પલેક્ષ અક્ષરમાર્ગ ચિત્રકૂટ ધામ પાસે, ભારત ઓટો નીલકંઠ ટોકીઝ પાસે સોરઠીયાવાડી સર્કલ અને જયોત એમ્‍પોરિયમ તાજા વાલા સુપર માર્કેટ લાખાજીરાજ રોડ બાપુના બાવલા પાસેથી થઈ રહ્યું છે.

આયોજનમા જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારી ઉપરાંત ભરત દોશી, અજીત જૈન, ગીરીશ મહેતા, સુનીલ કોઠારી, હેમલ મહેતા, તુષાર પતીરા, રાજીવ ઘેલાણી, નીતિન મહેતા, નરેશ મહેતા, વિપુલ મહેતા તથા વિશ્વ વણિક સામાજિક સંગઠનનાં મુકેશ ધોળકિયા,ભાગ્‍યેશ વોરા, અતુલ કોઠારી, જયેશ ધ્રુવ, અરવિંદ પાટડિયા, ભાયાભાઈ સાહોલીયા, નીતિન માંડલિયા, રાજુભાઈ ધારૈયા અને વિશ્વાસ મહેતા મધ્‍યસ્‍થ કાર્યાલયની વ્‍યવસ્‍થા નીલ મહેતા, નીરવ મહેતા, જય મહેતા, ભરત વખારિયા, આશિષ દોશી, સુધીર પટેલ, કેતન વખારિયા, કેતન સંઘવી, વિશાલ મહેતા, દીપ રામાણી, હિતેશ દેસાઈ, અનીલ ઝાટકીયા, મોનીલ શાહ, મનીષાબેન શેઠ, મીનાબેન શાહ, કાજલબેન દેસાઈ વગેરે સંભાળી રહ્યા છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે કેતનભાઇ મેસ્‍વાણી, અશ્‍વિનભાઇ પટેલ, રાજુભાઇ ઘેલાણી, રાજુભાઇ લોઢીયા, દિપકભાઇ કામલીયા, અતુલભાઇ કોઠારી, ધવલભાઇ મહેતા, રોહન ધ્રુવ નજરે પડે છે.

(4:36 PM IST)