<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

કલેકટર રજા ઉપરથી હાજરઃ અધીકારીઓ પાસેથી હિસાબ માંગ્‍યોઃ તમામ બ્રાંચો દોડતી થઇ

બુધવારે કલેકટરનું મહેસૂલ-અપીલના કેસોનું બોર્ડઃ ૩૦ કેસો અંગે સુનાવણી

રાજકોટ તા. ર૩: એક અઠવાડિયાની રજા ઉપર ગયેલા કલેકટર શ્રી પ્રભવ જોષીએ આજે હાજર થઇ જતા તમામ અધીકારીઓમાં દોડધામ થઇ પડી હતી, ગત આખુ વિક સેવા-સફાઇ અભિયાન, સેવાસેતુ-આગામી દિવસમાં ગરીબ કલ્‍યાણ મેળા તેમજ ર ઓકટોબરે ગાંધી જયંતિ સંદર્ભે કરવાના થતા મહત્‍વના કાર્યક્રમો અંગે શ્રી પ્રભવ જોષીએ તમામ વિગતો માંગી હતી, કલેકટર હાજર થતા જ તમામ બ્રાંચો દોડતી થઇ હતી.

આ આખુ અઠવાડીયું તા. ર ઓકટોબર સુધી સેવા-સ્‍વચ્‍છતા અભિયાન સંદર્ભે આગામી લેન્‍ડ ગ્રેબીંગ કમિટીની બેઠક અને R.O. મીટીંગ હવે ઓકટોબર મહિનામાં મળે તેવી શકયતા છે.

દરમિયાન તા. રપના બુધવારે ઘણા લાંબા સમય બાદ કલેકટરનું મહેસૂલ-અપીલના કેસોનું બોર્ડ યોજાશે, અંદાજે ૩૦ જેટલા કેસો અંગે સુનાવણી થશે, મોટા ભાગના સામાન્‍ય તકરારી અંગેના કેસો છે.

(4:41 PM IST)