<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

ભાગ લેવા નીકળ્‍યા બાદ ભુલા પડેલા ભાઇ-બહેનને શોધી પરિવાર સાથે મીલન કરાવતી પોલીસ

માલવીયાનગર પોલીસના પીઆઇ જે.આર.દેસાઇના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ.એ. સિન્‍ધી સહિતે ગોકુલધામ ગાર્ડન પાસેથી શોધી કાઢયા

રાજકોટઃ ગોંડલ રોડ પર વિનાયકનગર શેરી નં. ૮માં બાંધકામની સાઇડ પર ઓરીસ્‍સાના પરિવારની ૭ વર્ષની બાળકી અંકીતા અને તેના નાનાભાઇ અંકીત (ઉ.વ.૪) બંને પરમદિવસે સાઇડ પર પોતાના ઘરેથી ભાગ લેવા જવાનું કહી નીકળ્‍યા બાદ બંને પરત ન આવતા તેના માતા-પિતા સહિતના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઇ પત્તો ન લાગતા પરિવારજનોએ માલવીયાનગર પોલીસ મથકમાં જાણ કરતા પીઆઇ. જે.આર. દેસાઇના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.એ.સીન્‍ધી, જે.એમ.ચાવડા, હેડ કોન્‍સ. અરૂણભાઇ ચાવડા, દિનેશભાઇ બગડા, કોન્‍સ. હરસુખભાઇ સબાડ, ભાવેશભાઇ ગઢવી, મયુરદાનભાઇ બાટી, જયદીપસિંહ ભટ્ટી, કોન્‍સ. અલ્‍કાબેન સહિતે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્‍યાન પોલીસે બંને બાળકોને ગોકુલધામ નજીક ગાર્ડન પાસેથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્‍યુ હતું.

(4:45 PM IST)