તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th September 2024
કુવાડવા ચોકડીથી દારૂ ભરેલી રિક્ષા સાથે કોઠારીયા સોલવન્ટનો અસલમ પકડાયો
શ્રીનાથજી સોસાયટીના અલ્ફાઝનું નામ ખુલ્યું: બી-ડિવીઝન, થોરાળા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં દેશીની ભઠ્ઠી ચલાવતાં મહિલા સહિત બે પકડાયાઃ એક ઘરમાંથી બોટલો મળી : દેશી-વિદેશીના ધંધાર્થીઓ પર પીસીબીની ધોંસ યથાવત: પીસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા અને ટીમોના દરોડા

રાજકોટ તા. ૨૪: શહેરમાં દારૂ-જૂગારની બદ્દી ડામવા પોલીસ સક્રિય બની છે. પીસીબીની ટીમે કુવાડવા ચોકડીથી વાંકાનેર ચોકડી તરફ જતાં રસ્તા પર બાતમીને આધારે વોચ રાખી રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને નીકળેલા શખ્સને પકડી લઇ ૨૭ હજારથી વધુનો દારૂ તેમજ રિક્ષા, મોબાઇલ મળી રૂા. ૨૯૩૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કુલદીપસિંહ, વિજયભાઇ, યુવરાજસિંહને બાતમી મળતાં કુવાડવા ગામ ચોકડીથી વાંકાનેર તરફના રસ્તેથી જીજે૦૩સીટી-૧૨૩૩ નંબરની રિક્ષા અટકાવી તલાસી લેતાં અંદરથી એઇટ પીએમની ૯૬૦૦ની ૨૪ બોટલો તથા ગ્રીન લેબલની ૨૮૮૦૦ની ૧૪૪ બોટલો દારૂ મળી આવતાં તે તથા ફોન, રિક્ષા કબ્જે કરી ચાલક અસલમ અલ્તાફભાઇ લીંગડીયા (ઉ.વ.૨૧-રહે. કોઠારીયા સોલવન્ટ, બાપા સિતારામ શેરી નં. ૬)ની ધરપકડ કરી હતી. પુછતાછમાં આ દારૂ મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટી-૧૨માં રહેતાં અલ્ફાઝ યુનુસભાઇ ગોધાવીયાએ આપ્યાનું કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે.
આ ઉપરાંત પીસીબીની ટીમે બી-ડિવીઝન અને થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુના મોરબી રોડ શાળા નં. ૭૭ સામે મફતીયાપરામાં દરોડો પાડી મહિલાના કબ્જામાંથી ૧૦ લીટર દારૂ, ૧૦૦ લીટર આથો, ભઠ્ઠીના સાધનો મળી ૬૩૨૫નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે કુબલીયાપરા મેઇન રોડ નદી કાંઠે પટમાં દરોડો પાડી દિનેશ રાણાભાઇ બાંભણીયાને ભઠ્ઠી ચલાવતો પકડી લઇ દારૂ, આથો, સાધનો મળી રૂા. ૩૦૫૦નો મુદ્દામાલ, ચુનારાવાડ-૩માં કિશોર ડાયાભાઇ રાઠોડના ઘરમાંથી રૂા. ૨૬૦૦નો ૧૧ બોટલ દારૂ કબ્જે કરાયો હતો. આરોપી મળ્યો નહોતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચનાથી ઇન્ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, હરદેવસિંહ રાઠોડ, મહિપાલસિંહ ઝાલા, હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, કરણભાઇ મારૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, રાહુલગીરી ગોસ્વામી, કિરતસિંહ ઝાલા, કોન્સ. વિજયભાઇ મેતા, કુલદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, હિરેનભાઇ સોલંકી, વાલજીભાઇ જાડા અને નગીનભાઇ ડાંગરે કરી હતી.
(3:17 PM IST)










