<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

સરકારની વિવિધ યોજનાઓનો પોતાના આંગણે લાભઃ સમય-ખર્ચની બચતઃ ઉદય કાનગડ

મનપા દ્વારા સેવાસેતુનો ઇસ્‍ટ ઝોનના અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમ ખાતે ૧૦મો તબક્કો યોજાયોઃ લાભાર્થીઓ ઉમટયા

રાજકોટ તા. ૨૪: અટલ બિહારી બાજપાઈ ઓડિડોરિયમ ખાતે આજે દસમાં તબક્કાનો મહાનગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહાનુભાવોના હસ્‍તે સ્‍ટેજ પરથી આયુષ્‍માન કાર્ડ, પી.એમ સ્‍વ નિધિ યોજના તથા ક્રાંતિ સ્‍વ સહાય જૂથના લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા હતા.  

સેવાસેતુ કાર્યક્રમમાં મેયરશ્રી નયનાબેન પેઢડીયાએ કહ્યું હતું કે, નાગરિકોની સમસ્‍યાને વાચા આપવાનું કામ વર્તમાન સરકાર કરે છે. દરેક યોગ્‍ય લાભાર્થીને સરકારી યોજનાની સહાય મળવાની સાથે અરજદારોના પ્રશ્‍નોનું નિરાકરણ સરળતાથી સ્‍થળ પર જ થાય તે માટે કાળજી રાખવા તેમણે ઉપસ્‍થિત કર્મચારીઓને ટકોર કરી હતી.

ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડે જણાવ્‍યું હતું કે, જન સુખાકારી વધારવા રાજ્‍ય સરકાર કટિબદ્ધ છે. છેવાડાના અંતિમ વ્‍યક્‍તિ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે તથા તેઓની સમસ્‍યાનું નિરાકરણ થાય તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે.

આ ‘સેવા સેતુ' કાર્યક્રમમાં ઉદઘાટક ધારાસભ્‍યશ્રી ઉદયભાઈ કાનગડ, કાર્યક્રમના અધ્‍યક્ષ મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, રોશની સમિતિના ચેરમેન કાળુભાઇ કુગશીયા, કોર્પોરેટરો પરેશભાઈ આર. પીપળીયા, કંચનબેન સિધ્‍ધપુરા, મંજુબેન કુગશીયા, પૂર્વ ડેપ્‍યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, પૂર્વ કોર્પોરેટર રસિકભાઈ પટેલ, ડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમિશનર સ્‍વપ્‍નિલ ખરે અને હર્ષદ પટેલ, સીટી એન્‍જિનિયર પી.ડી.અઢિયા, ભાવેશ જીવાણી, આરોગ્‍ય અધિકારી ડો. જયેશ વકાણી, આસી. કમિશનર સમીર ધડુક, બી. એલ. કાથરોટીયા, સેક્રેટરી એચ.પી. રૂપારેલીયા, પી.એસ.ટુ મેયર વિપુલ ઘોણીયા, વોર્ડ નં.૩, ૪, ૫, ૬, ૭, ૧૫, ૧૬, ૧૭, ૧૮ના વોર્ડ એન્‍જિનિયર તથા વોર્ડ ઓફિસર, મેનેજર નીલેશ કાનાણી, ઇસ્‍ટ ઝોનના નાયબ આરોગ્‍ય અધિકારી મહિપાલસિંહ જાડેજા, નાયબ પર્યાવરણ ઈજનેર વિરલ ચાવડા, મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, વોર્ડના આગેવાનો, પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ તથા બહોળી સંખ્‍યામાં શહેરીજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

 સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે, પી.એમ. સ્‍વનિધિ યોજના, હેલ્‍થ કેમ્‍પ, આર.સી.એચ., આયુષ્‍યમાન યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના, ‘ઉડાન' યોજના, વંદે ભારત, અમૃત ભારત સ્‍ટેશન યોજના અને મામલતદાર કચેરી હસ્‍તકની સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે કામગીરી સવારે ૯ કલાકથી બપોરે ૨ કલાક સુધી કરવામાં આવી હતી.  

આ કાર્યક્રમનું શાબ્‍દિક સ્‍વાગત સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા કરવામાં આવેલ તેમજ ઉપસ્‍થિત મંચસ્‍થ મહાનુભાવોનું પુષ્‍પ અને ખાદીના રૂમાલ વડે કોર્પોરેટર કંચનબેન સિધ્‍ધપુરા અને મંજુબેન કુગશીયા દ્વારા સ્‍વાગત કરવામાં આવેલ તેમજ આભાર વિધિ સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે મંચસ્‍થ મહાનુભાવોના હસ્‍તે સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને ટોકન સ્‍વરૂપે મંચ પરથી લાભ આપવામાં આવેલ. ડાયસ કાર્યક્રમના અંતે ઉપસ્‍થિત લાભાર્થીઓ માટે વિવિધ સેવાનો લાભ લેવા ‘સેવા સેતુ' કેમ્‍પ ખુલ્લો મુકવામાં આવેલ.

(3:25 PM IST)