News of Tuesday, 24th September 2024
સફાઇ કામદોરોનો વિવિધ માંગોને લઇ મનપાએ હલ્લાબોલઃ અટકાયત

રાજકોટઃ કામદાર યુનિયન દ્વારા આજે મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદારોની ભરતીમાં માતા પિતા અને દાદા દાદી ગેર બંધારણીય નિયમ રદ કરવા પાર્ટ ટાઇમ કાયમી સફાઈ કામદારો ની જગ્યાએ ફૂલ ટાઈમ, પહેલા પાંચ વર્ષ માટે ૨૧,૫૦૦માં ભરતી કરવી અને પછી કાયમી ધોરણે નિમણુક આપવી તથા પી.એફ/ બોનસ નાં ભ્રષ્ટાચારી લોકો ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવી જેવા મુદ્દાઓ સાથે રેલી સ્વરૂપ સેન્ટ્રલ ઓફીસ પહોંચ્યા હતા. યુનિયન દ્વારા મોટી સંખ્યા માં આજે બપોરે ૧૨:૩૦ વાગ્યે ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા હોસ્પિટલ ખાતે સંગઠિત થઈ રેલી રૂપે મહાનગર પાલિકા નાં કમિ‘ર સાહેબ, મેયર, સ્ટે. કમી. ચેરમેન ને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જો કે મનપા કચેરીએ અગાઉથી જ ચુસ્ત બંદોબસ્ત કરવા આવ્યો હતો. કામદારો કચેરીની અંદર પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:10 PM IST)










