<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ'ના કાર્યાલયનો આજે સાંજે ઉદઘાટન સમારોહ

રાજકોટ લોહાણા મહાજન આયોજીત : કેસરીયા લોહાણા મહાજન વાડી, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે સાંજે : ૭.૩૦ વાગ્‍યે રઘુવંશીઓ-અગ્રણીઓ-હોદેદારોની હાજરીમાં કાર્યાલયનો પ્રારંભ : ઉદ્‌ઘાટન સમારોહને દીપાવવા સૌ કોઇએ હાજર રહેવા લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્‍ટી મંડળ દ્વારા જાહેર આમંત્રણ

રાજકોટ તા. ર૪ : નવરાત્રી મહોત્‍સવને હવે ગણત્રીના દિવસો બાકી છે ત્‍યારે વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા તા. ૩ ઓકટોબર થી ૧ર ઓકટોબર, ર૦ર૪ દરમ્‍યાન હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્‍ડ, માધાપર સર્કલ, રાજકોટ ખાતે ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ-ર૦ર૪'નું ભવ્‍ય - જાજરમાન આયોજન કરવામાં આવ્‍યું છે.

અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ યોજાનાર ‘અકિલા-લોહાણા, મહાજન રાસોત્‍સવ-ર૦ર૪' માટેના કાર્યાલયનો ઉદઘાટન સમારોહ આજ રોજ સાંજે ૭-૩૦ વાગ્‍યે કેસરીયા લોહાણા મહાજન વાડી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવ્‍યો છે. સમારોહમાં  મોટી સંખ્‍યામાં રઘુવંશીઓ, અગ્રણીઓ, વિવિધ સંસ્‍થાઓના હોદેદારો હાજર રહેશે.

સમગ્ર રાસોત્‍સવને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને અકિલા, વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ, સહકાર, હુંફ મળી રહેલ છે.

ભવ્‍ય-દિવ્‍ય-જાજરમાન ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ-ર૦ર૪' ના કાર્યાલયના ઉદઘાટન સમારોહને દીપાવવા માટે સૌ કોઇએ  મોટી સંખ્‍યામાં હાજર રહેવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજૂભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્‍ટી મંડળે જાહેર આમંત્રણ પાઠવ્‍યું છે.(

(4:15 PM IST)