<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

વહાલુડીના વિવાહઃ લગ્નોત્‍સવમાં જોડાનાર ૨૩ દિકરીઓ સાથે બેઠક યોજાઇ ગઇ

રાજકોટઃ છેલ્લા છ વર્ષથી ‘દીકરાનું ઘર' વૃધ્‍ધાશ્રમ-ઢોલરા દ્વારા અથવા માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરીઓનો જાજરમાન લગ્નોત્‍સવ યોજાય છે. ‘વહાલુડીના વિવાહ-૭'નું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષે ૪૪ જેટલી નિરાધાર દીકરીઓની લગ્નોત્‍સવ માટે અરજી આવેલ જેમાંથી ૨૩ દીકરીઓની પસંદગી કરવામાં આવેલ.  હોવાનું સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી નલિન તન્‍નાની યાદીમાં જણાવાયું છે. સંસ્‍થા દ્વારા પસંદ મુખ્‍ય આ ૨૩ દિકરીઓની પ્રથમ મિટિંગ સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલમાં યજમાન એસ.સોફટવેર લી.ના સંચાલક સંજયભાઇ ધમસાણીયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજવામાં આવી હતી. મિટિંગમાં દીકરીઓ, જમાઇ અને પરિવારજનો ઉપરાંત સંસ્‍થાના દાતાઓ, કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. સંસ્‍થાના સ્‍થાપક મુકેશભાઇ દોશીએ સંસ્‍થા દ્વારા દીકરીઓ માટેના કરિયાવર, બ્‍યુટીપાર્લર, મહેંદી રસમ, કંકુ પગલા, મંડપ મુહૂર્ત, ભોજન તેમજ નિવાસ વ્‍યવસ્‍થાની વિગતે માહિતી આપી હતી. સંસ્‍થા દ્વારા સંજયભાઇ ધમસાણીયા માધવીબેન ધમસાણીયા, અવનીબેન ધમસાણીયાનું ભાવભીનુ સ્‍વાગત કરવામાં આવેલ. આ પ્રસંગ સંજયભાઇએ જણાવ્‍યુ હતુ કે કોઇ નિરાધાર દીકરીના આંસુ લુછવા, તેનું કન્‍યાદાન કરવું એ તો એક અશ્વમેઘ યજ્ઞના પુણ્‍ય બરાબર છે. પોતાના પરિવાર તરફથી તન-મન-ધનની સહયોગની ખાત્રી આપી હતી. સંસ્‍થાના કોર કમિટીના સભ્‍યો નલિનભાઇ તન્ના, પ્રજ્ઞેશભાઇ પટેલ, હરદેવસિંહ જાડેજા, હસુભાઇ રાચ્‍છ, હરેશભાઇ પરસાણા, ઉપેનભાઇ મોદી, ઘનશ્‍યામભાઇ રાચ્‍છ, અશ્વીનભાઇ પટેલ, સંસ્‍ગાની મહિલા કમિટીના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. સંચાલન અનુપમ દોશીએ કરેલ. સ્‍વાગત સુનિલ વોરાએ કરેલ. આભારવિધી કિરીટભાઇ આદ્રોજાએ કરેલ હોવાનું પ્રેસ યાદીમાં જણાવાયું છે

(4:17 PM IST)