News of Tuesday, 24th September 2024
કડવા પાટીદાર સમાજના ખેલૈયાઓ માં ઉમિયાની આરાધના કરશે યુડી કલબ દ્વારા ઓર્બિટ રોયલ ગાર્ડન-મુંજકા ખાતે નવરાત્રી મહોત્સવ
બહેનોને મધ્યસ્થ કાર્યાલય ખાતેથી મેદાન સુધી લઇ જવા માટે ખાસ વ્યવસ્થા, મેડીકલ ટીમ અને એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ રહેશે

રાજકોટ તા. ર૪: ઉમા ડાયનેમિક કલબ દ્વારા ખેલૈયાઓ માટે માં જગદંબા જગત જનની માં ઉમિયાની આરાધના કરવા માટે નવરાત્રી મહોત્સવનું આગામી તા. ૦૩-૧૦ને ગુરૂવારના રોજથી તા. ૧૧-૧૦ ને શુક્રવાર સુધી નવા ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે આવેલ ઓર્બિટ રોયલ ગાર્ડન- મુંજકામાં સુસજજ વ્યવસ્થા અને આધુનિક ટેકનોલોજી સાથે આ નવરાત્રી મહોત્સવ-ર૦ર૪નું આયોજન કરવામાં આવેલ છે.
યુડી કલબ દ્વારા ગ્રાઉન્ડ ગેલેરી, માઇક, મંડ, ટાવર એલઇડી સ્ક્રીન, પેવેલીયન, મીકસર સ્પેસ સહિતની વ્યવસ્થાઓ સુસજજ રીતે કરવા માટે આખરી ઓપ અપાય રહ્યો છે. ઓર્બિટ રોયલ ગાર્ડન ખાતે રપ વીઘા જેવડી વિશાળ જગ્યામાં ૧ લાખ ફૂટ ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મુકીનેઢ રમી શકશે. જેમાં કડવા પાટીદાર સમાજના ભાઇઓ બહેનો રાસ ગરબાની સાથે માં ઉમિયાની આરાધના કરશે.
આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને દોઢ લાખની વોટની કંપનીની સાઉન્ડ સીસ્ટમ્સ સંગીતનો સથવારો આપશે. આધુનિક રોકેટ સીસ્ટમ્સની સાથે ખ્યાતનામ સીંગરો ખેલૈયાઓને મન મૂકી રમવા પ્રેરિત કરશે. સમગ્ર આયોજનને સુસજજ બનાવવા કડવા પાટીદાર યુવાનોની ટીમ વ્યવસ્થા સંભાળી રહી છે. પારિવારિક માહોલ જળવાય રહે તે રીતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. સાથો સાથ મેડકલ ટીમ અને એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલ છે. નવરાત્રી મહોત્સવને માણવા માટે આવનાર મહેમાનો તથા સીનીયર સીટીજન માટે અલગ જ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
તદઉપરાંત સ્પીડવેલ પાર્ટી પ્લોટ તથા યુડી કલબ મધ્યસ્થ કાર્યાલયેથી મહિલાઓ માટે બસની ખાસ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં બહેનોની ટીમને નવરાત્રી મહોત્સવના મેદાન સુધી પહોંચાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે. સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે એકત્ર થનાર બહેનોના વાહનોનું પાર્કીંગ સ્પીડવેલ પાર્ટી પ્લોટના ગ્રાઉન્ડમાં કરવાની વ્યવસ્થા શ્રી પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઇ પટેલ તથા શ્રી પટેલ સેવા સમાજના તમામ ટ્રસ્ટીઓનો સહયોગ મળી રહ્યાનું યાદીમાં જણાવાયું છે.
ખેલૈયાઓને પાસ મેળવવા માટેના ફોર્મ શહેરના અલગ અલગ ર૬ સ્થળો પર વ્યવસ્થા ગોઠવાયેલ છે તદઉપરાંત સાધુ વાસવાણી રોડ પર પાટીઘર ચોક ખાતે સીજન પાસ રાઉન્ડ ધ કલોક ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.
યુડી ક્લબ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ ને સફળ બનાવવા માટે કલબના એડવાઇઝરી ડાયરેક્ટર જીવણભાઈ ગોવાણી, રમણભાઈ વરમોરા, શૈલેષભાઈ વસ્નાણી, ગૌતમભાઈ ધમસાણીયા, સજયભાઇ જાકાસણીયા, પુસ્કરભાઈ પટેલ ના માર્ગદર્શન નીચે ક્લબના પ્રમુખ પંકજભાઈ કાલાવડીયા, માતંગભાઈ પટેલ, હાર્દિકભાઈ કોરીંગા, કૌશિકભાઈ કનેરીયા, ભૂમિતભાઈ વાઘાણી, મનોજભાઇ ગાભવા, વિપુલભાઈ વીરમગામાં, હિરેનભાઈ ઘાટોડીયા, હર્ષદભાઈ કાનાણી, અલ્પેશભાઈ કામરીયા, દિવ્યેશ ભાલોડી, પરેશ કકાસણીયા, વિવેક કાનાણી, રોહિત ફળદુ, દિલીપ પનારા, કૌશિક સબાપરા, મયુર કાલાવડીયા, શૈલેષ ગડારા, કિશન ઘોડાસરા, અમિત સંતોકી, પરાગ ઘાટોડીયા, દિપક પનારા, પ્રવીણ ભોરણીયા, ભાણજી રોજમાળા, અક્ષય કલોલા, અમિત ગડારા, આનંદ છત્રોલા, અંકિત કાવઠીયા, અરવિંદ બાવરવા, અશોક અમળતિયા, અશ્વિન કાનાણી, બંસી ભોજાણી, અક્ષય ગડારા, ભાર્ગવ મેતલીયા, ભાવેશ હીંસુ ભાવેશ સાધરીયા, ભાવિન કમાણી, બીપીન કુંડારીયા, બીપીન વાઘડીયા, ડેનીસ સંતોકી, દેવ કગથરા, દેવેન દેત્રોજા, દિનેશ મુંદડીયા, દિપક જોંટાણીયા, દિવ્યેશ ગોઘાણી, ગૌરવ જાવીયા, હસમુખ કાલાવડીયા, હિરેન પનારા, હિતેષ ઘોડાસરા, હિતેષ માલાસણા, જગદીશ રોજમાળા, જય ઘાટોડીયા, જિગ્નેશ વાઘાણી, જિગર ભવા, કલ્પ રૈયાણી, કલ્પેશ કાનાણી, કમલેશ કાલાવડીયા, કાંતીલાલ માકાસણા, કેયુર સંતોકી, મહેશ દેત્રોજા, મનહર ફેફર, મનિષ ગડારા, મનિષ સાધરીયા, મનસુખ કાનાણી, મૌલિક કાલાવડીયા, મયુર ભેંસદડીયા, મયુર કાલાવડીયા, મિલન વૈષ્ણવ, મુકેશ ઘોડાસરા, નૈમેષ રંગપરીયા, નરેન્દ્ર પાણ, નિરૈન સંતોકી, પરેશ જાવીયા, પાર્થ કાસુન્દ્રા, ઙ્કશાંત ભોજાણી, ઙ્કવિણ કગથરા, ઙ્ઘિયાંક લાલપરા, પુનિત કાનાણી, રાહુલ કાલાવડીયા, રાજ પનારા, રાજ રાણીપા, રાજુ ચીકાણી, રાકેશ રોજમાળા, રમણીક પનારા, રસીક જાવીયા, રોહિત છત્રોલા, ઋષાંગ ભોજાણી, સાગર સાપોવડીયા, સાવન ધમસાણીયા, શૈલેષ ઘોડાસરા, શ્યામ ભીમાણી, સુનિલ માકાસણા, સન્ની દેત્રોજા, વિમલ અમળતિયા, વિમલ વરાસરા, વિવેક કાવઠીયા, વ્રજ મેંદપરા, યતીન કામરીયા, યોગેશ ભેંસદડીયા, યોગેશ ભોજાણી, આશિષ રામોલીયા, અશ્વિનભાઈ પામ, ભરત ફેફર, ચીરાગ દેસાઈ, દિવ્યેશ ભોજાણી, દુષ્યંત વાંસજાળીયા, હાર્દિક પાણ, જયેશ ઘેટીયા, કૌશિક વૈષ્ણવ, કિરીટ બોડા, લલિત ફેફર, નિલેષ માકાસણા, રાજુ ભૌરણીયા, દિનેશભાઈ કાનાણી, ઉમેશ કુંડારીયા તથા સમગ્ર પાટીદાર ચોક પરિવારની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
(4:20 PM IST)










