<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

તા. ૧૭ ઓકટો.થી સાહિત્ય - કલા અને સાંસ્કૃતિક વિભાગની ૩૩ સ્પર્ધાઓ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુવક મહોત્સવ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ૫૭ કોલેજોના ૧૫૦૦થી વધુ સ્પર્ધકો ભાગ લેશે : શિક્ષણ મંત્રી ઋષીકેશ પટેલ - પ્રફુલ પાનસેરીયાના હસ્તે ઉદ્ઘાટન

રાજકોટ તા. ૨૪ : વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓને બહાર લાવવાનો અવસર એટલે યુવક મહોત્સવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુવક મહોત્સવ તા. ૧૭ થી ૧૯ ઓકટોબર દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિષરમાં યોજાશે.

સાહિત્ય, કલા અને સંસ્કૃતિની ૩૩ પડદાઓમાં ૧૫૦૦થી વધુ સ્પર્ધકો ભાગ લેશે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ - ઉમંગ વધારનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૨મો યુવક મહોત્સવનું ઉદ્ઘાટન રાજયના શિક્ષણ મંત્રી ઋષીકેશભાઇ પટેલ અને પ્રફુલભાઇ પાનસેરિયાના હસ્તે થનાર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં કાનજી બુટા બારોટ રંગમંચ ખાતે ૫૨મો યુવક મહોત્સવ યોજાશે. જેમાં સાહિત્ય, કલા અને સંસ્કૃતિની ૩૩ સ્પર્ધાઓમાં દુહા-છંદ, પ્રાચીન રાસ, લોકગીત, ભજન, હાલરડા, શાસ્ત્રી નૃત્ય સહિતની સ્પર્ધાઓ યોજાશે. જ્યારે સાહિત્ય વિભાગમાં વકતૃત્વ સ્પર્ધા, ગઝલ, શાયરી, કાવ્ય લેખન, ડિબેટ, કિવઝ તેમજ કલા વિભાગમાં હસ્તકલા, હોબી, સર્જનાત્મક કામગીરી, રંગોલી, ચિત્રકલા, માટી કામ, પોસ્ટર મેકીંગની સ્પર્ધા યોજાશે.

(4:27 PM IST)