News of Tuesday, 24th September 2024
રાજકોટના આંગણે કાલથી વિશ્વકક્ષાના મશીન ટુલ્સ પ્રદર્શનનો પ્રારંભ
૬૮૨ ફુટ લાંબા બે સેન્ટ્રલી એ.સી. ડોમમાં એન.એસ.આઇ.સી. ગ્રાઉન્ડ ખાતે ચાર દિવસીય મશીન ટુલ્સ શોઃ દેશ-વિદેશમાંથી ટોચના ઉદ્યોગપતિઓ ભાગ લેશેઃ પત્રકાર પરીષદમાં વિગત આપતા યોગીન છનીયારા

રાજકોટ : મશીન ટુલ્સ ઉત્પાદન ક્ષેત્ર ન માત્ર દેશમાં પરંતુ વિદેશમાં પણ ખ્યાતિ ધરાવતાં રાજકોટના મશીન ટુલ્સ ઉદ્યોગ માટે વિકાસના નવા દ્વાર ખોલવા માટે રાજકોટ મશીન ટુલ્સ એસો. દ્વારા તારીખ ૨૫ થી ૨૮ સપ્ટેમ્બર (બુધ થી શનિ) સુધી રાજકોટના આજી જી.આઇ.ડી.સી નજીકના એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે વિશ્વ કક્ષાનું મશીન ટુલ્સ પ્રદર્શન યોજાઇ રહયું છે. આ પ્રદર્શનમાં દેશ વિદેશના મશીન ટુલ્સ ઉદ્યોગના ટોચના ઉત્પાદકો ભાગ લઇ રહયા છે. પત્રકાર પરિષદમાં રાજકોટ મશીન ટુલ્સ એસો.ના પ્રમુખ યોગીન છનિયારાએ જણાવ્યું હતું.
રાજકોટ મશીન ટુલ્સ એસો. દ્વારા દર બે વર્ષે મશીન ટુલ્સ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આ નવમું આંતરરાષ્ટ્રિય પ્રદર્શન છે. વર્ષ ૨૦૦૬માં પ્રથમ વખત લગ્ન મંડપના ગાળા હોય તેવા ગાળામાં પ્રદર્શન યોજાયુ હતું. પરંતુ રાજકોટના મશીન ટુલ્સ ઉદ્યોગે વિકાસની હરણફાળ ભરી છે જે આજે ૬૮૨ ફૂટ લાંબા બે સેન્ટ્રલી એ.સી.ડોમમાં પરીવર્તિત થયું છે. તેની સાથે મશીન ટુલ્સ એસો.એ પણ વિકાસની શકયતાઓ વિસ્તારી છે. આ નવમાં મશીન ટુલ્સમાં વિશ્વના ૧૪થી વધુ દેશોના મશીન ટુલ્સ અને મધર મશીનરીના ઉત્પાદકો ભાગ લેશે.
આ પ્રદર્શન ન માત્ર રાજકોટ પરંતુ દેશભરના મશીન ટુલ્સ ઉત્પાદકો માટે એક બિઝનેશ ટુર જેવા સાબિત થશે. મશિન ટુલ્સ ક્ષેત્રે વિશ્વમાં થયેલા આધુનિક સંશોધનો અને તેમને મળેલી સફળતા વિષે એક છત નીચે જ પ્રત્યક્ષ ડેમો સાથે જાણકારી મળશે.
યોગીન છનિયારાએ જણાવ્યુ હતું કે વિશ્વકક્ષાના મશીન ટુલ્સ શોના ગત પ્રદર્શન થકી સીધી રીતે જ અંદાજે ૭૦૦ કરોડના કરારો થયા હતાં. જર્મની, જાપાન સહિતના દેશોના પ્રતિનિધિઓએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ પ્રદર્શનની મુલાકાત નિઃશુલ્ક રહેશે. જેની મુલાકાત લેવા મશીન ટુલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ ધંધાર્થીઓને રાજકોટ મશીન ટુલ્સ એસો.એ તથા કે.એન્ડ ડી. કોમ્યુનિકેશને અપીલ કરી હતી.
આ સમગ્ર એક્ઝીબીશન માટે Machine Tools Manufactures Association Rajkotના હોદેદારો યોગીન છનીયારા (પ્રમુખ), હરેશ પટેલ (ઉપ-પ્રમુખ), તેજસ દુદકીયા (સેક્રેટરી), દેવલ ઘોરેચા (જો. સેક્રેટરી), કનકસિંહ ગોહીલ (ખજાનચી) તથા એસોસીએશનના ડાયરેક્ટરો સચીન નગેવાડીયા, બ્રીજેશ સાપરીયા, કરણ પરમાર, પીયુષ ડોડીયા, અશ્વિન કવા, કેતન ગજેરા, બીપીન સિધ્ધપુરા, ધનશ્યામ પરમાર, હરેશ ડોડીયા, રવિ મારૂ અને કે એન્ડ ડી કામ્યુનિકેશન લી. અમદાવાદના શ્રી કમલેશભાઈ ગોહીલ, અમીતભાઈ મિષાી તથા તેમની ટીમ કાર્યરત હોવાનું જણાવાયું છે.
આ પ્રદર્શનમાં વિવિધ પ્રકારના મશીન જેવા કે લેથ મશીન, સી.એન.સી. મશીન, વી.એમ.સી. મશીન, પાવર પ્રેસ, હાયડ્રોલીક પ્રેસ, પ્રેસ બ્રેક, મીલીંગ મશીન, શીયરીંગ મશીન, સ્લોટીંગ મશીન, વેલ્ડિંગ મશીન, પ્લેટ બેન્ડીંગ મશીન, પ્લાનીંગ મશીન, ડ્રીલ મશીન, ગ્રાઈન્ડીંગ મશીન, હેકસો મશીન, વાયર પ્રોડકટ મશીન, વુડ ર્વકિંગ મશીન તથા સ્પેશીયલ પરપઝ મશીન હશે. આ પ્રદર્શનમાં અંદાજીત ૬૦થી વધારે લોકો મુલાકાત લેશે.
તસ્વીરમાં રાજકોટ મશીન ટુલ્સ એસો.ના પ્રમુખ યોગીન છનીયારા, તેજસભાઇ દુદકીયા, કનકસિ઼હ ગોહીલ, હરેશભાઇ પટેલ, અમીતભાઇ મિષાી, દેવલભાઇ ધોરેચા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:27 PM IST)










