<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

એકતા ગ્રુપ દ્વારા સુન્‍ની મુસ્‍લિમ સર્વજ્ઞાતિ સમુહ શાદી

ડિસેમ્‍બરમાં ર૧ દીકરીઓની સમુહ શાદીઃ કરીયાવરમાં ર૦૦ વસ્‍તુઓ અપાશેઃ ફોર્મ વિતરણ શરૂ

રાજકોટ : એકતા ગ્રુપ દ્વારા આમ સુન્‍ની મુસ્‍લિમ સર્વ જ્ઞાતિ સમુહશાદીનું આયોજન કરેલ છે. જેમાં રાજકોટ તેમજ બહારગામ રહેતા એવા ગરીબ પરિવાર ખાસ કરીને એવા પરિવાર કે જેઓ દીકરીઓના લગ્ન તેમજ તેના કરિયાવરને લઇને ચિંતીત હોય તેવા મધ્‍યમ વર્ગીય પરિવાર માટે આગામી તા. ૩૧ ડીસેમ્‍બર મંગળવારના રોજ રાજકોટ મુકામે શાહી સમુહશાદીનું આયોજન કરેલ છે. તમામ દીકરીઓને ઘર-વખરીને લાગતો તમામ કરિયાવર ગ્રુપ દ્વારા આપવામાં આવશે અને સરકારશ્રી દ્વારા મળતી તમામ યોજનાના લાભ આપવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

ઇબ્રાહીમભાઇ સોરા જણાવે છે કે આ અગાઉ ૧૪ અને બીજા વર્ષે ર૧ દિકરીઓ અને આ વખતે પણ ર૧ દિકરીઓના સમુહ લગ્નોત્‍સવનું આ આયોજન આમ સુન્ની મુસ્‍લિમ (સર્વ જ્ઞાતિ) માટે કરવામાં આવ્‍યું છે.

આ તકે અફઝલભાઇ મહેતર સમુહ શાદી વિશે વધુ જણાવે  છે કે આ સમુહશાદીને ભવ્‍ય રીતે જેમ આપણે આપણા ઘરમાં આપણી જ દીકરીનો પ્રસંગ ધામધુમથી કરતા હોય તેવી રીતે જ ઉજવવામાં આવશે.

સમુહ શાદીના ફોર્મ એકતા જન સેવા કેન્‍દ્ર ભવાની ચોક, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે ઇબ્રાહીમભાઇ સોરાના ઓફીસેથી મેળવી લેવાના રહેશે. મો.  ૯૮૭૯૪ ૬૦૩૦ર, તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ઇબ્રાહીમભાઇ સોરા, અફઝલભાઇ મહેતર, શ્રી ભુવા, સરીફભાઇ સોઢા, જાહીદભાઇ ખાનપરા, હાજીભાઇ જોબણ, મહેબુબભાઇ પરમાર, યાસીનભાઇ ડોઢિયા, તામીરભાઇ, એહમદબાપુ હુસેનબાપુ કાદરી, ફિરોજભાઇ અજમેરી, આમદભાઇ સાંધ નજરે પડે છે.

(4:30 PM IST)