News of Tuesday, 24th September 2024
દિનદયાળજી ભાજપ માટે પ્રેરણાના સ્ત્રોત હતા કાલે પુષ્પાંજલી અર્પણ કરાશે

રાજકોટઃ કાલે દીનદયાળજી ઉપાધ્યાયજીની જન્મજયંતિ છે ત્યારે એકાત્મ માનવવાદના આ પ્રણેતાની જન્મજયંતિએ શહેર ભાજપના અગ્રણીઓ જણાવે છે કે તેઓ વિચારક અને ઉત્કૃષ્ઠ સંગઠનકર્તા હતા. ભારતીય જનસંઘના અધ્યક્ષ હતા તેમણે એકાતમ માનવવાદ જેવી પ્રગતિશીલ વિધારધારા આપી.
દીનદયાળજીએ જીવનભેર ઈમાનદારી અને સત્યનિષ્ઠાને પ્રાધાન્ય આપ્યું. પક્ષ માટે વૈચારિક અને નૈતિક પ્રેરણાના સ્ત્રોત હતા. રાજનીતિ ઉપરાંત સાહિતયમાં તેની ખૂબ અભિરૂચિ હતી.
૨૫ સપ્ટેમ્બર, ૧૯૧૬ના રોજ મથુરા જિલ્લાના ‘નગલા ચંદ્રભાન' ગામમાં જન્મેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય માત્ર ૭ વર્ષની વયે જ માતાપિતાના પ્રેમથી વંચિત બન્યા હતા. તેમના મામા રાધારમણ શુકલે તેમનું પાલનપોષણ કર્યુ હતું. પંડિતજીએ પિલાની, આગ્રા તથા પ્રયાગમાં શિક્ષણ પ્રાપ્તિ કરી. વિદ્યાર્થીકાળમાં જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય સભ્ય બની ગયા હતા. કોલેજ છોડયા પછી તેઓ તરતજ આરએસએસના પ્રચારક બની ગયા અને તેમનો એકાત્મવાદ સૌપ્રથમ ૧૯૬૪માં જનસંઘના ગ્વાલીયર અધિવેશનમાં પ્રસ્તુત કરવામાં આવ્યો. પછીના વર્ષે ૧૯૬૫માં વિજયવાડા અધિવેશનમાં તેનો સ્વીકાર કરવામાં આવ્યો. ૧૯૬૭ના કાલિકટ અધિવેશનમાં તેઓને ભારતીય જનસંઘના અધ્યક્ષપદે પસંદ કરવામાં અને ૧૧ ફેબ્રુઆરી, ૧૯૬૮માં મુગલસરાઈમાં તેમનું ભેદી સંજોગોમાં ટ્રેનમાં મળત્યુ થયુ હતું.
શહેર ભાજપના અગ્રણીઓ સર્વશ્રી મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ જણાવેલ કે દીનદયાળજીના માર્ગદર્શન અને નેતળત્વ નીચે શરૂ થયેલ ભારતીય જનસંઘની વિચારધારાને નરેન્દ્રભાઇ અમિતભાઇ દ્વારા આગળ વધારવામાં આવી રહેલ છે. જે.પી. નડ્ડાજીનું પણ સતત માર્ગદર્શન મળી રહયું છે. ગુજરાતમાં પ૦૦ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ સરકાર વિકાસની કેડીને નિરંતર વિસ્તારી રહી છે ત્યારે જન્મજયંતિએ શત શત વંદન.
આવતીકાલે તા. રપ ના જનસંઘના સ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીનો જન્મ દિવસ છે ત્યારે તેમણે આપેલ મંત્ર ‘જય માનવી ત્યાં સુવિધા' સૂત્રને સાર્થક કરવાના ધ્યેય સાથે શહેર ભાજપ દ્વારા બુધવાર સવારે ૯-૩૦ કલાકે આજી ડેમ ખાતે પંડિત તેમની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે. સવારે ૧૦-૩૦ કલાકે શહેરના તમામ બુથોમાં તેઓશ્રીની તસ્વીરને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે, બધા કાર્યક્રમોમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું છે
(4:30 PM IST)










