News of Wednesday, 25th September 2024
જનસંઘ-ભાજપના સ્થાપક-શિલ્પી પં. દીનદયાલ ઉપાધ્યાયજીને ૧૦૮માં જન્મદિવસે ભાવાંજલી સાથે સત્ સત્ વંદનઃ રાજુભાઇ ધ્રુવ

રાજકોટઃ રાષ્ટ્રજીવન-સમાજજીવન માં કેટલાક દીપક એવા હોય છે જે બુઝાઈ ગયા પછી પણ તેનું અજવાળું પછીની પેઢીઓને, સમાજને, રાષ્ટ્રને પથ બતાવતું રહે છે. કુદરત ના કરિશ્મા સમાન કેટલાક પ્રાકળતિક પુષ્પો એવા હોય છે જેની ખુશ્બુ પુષ્પ કરમાયા-વિસર્જન થયા પછી પણ વાતાવરણને સુવાસિત કરતી રહે છે એક એવું જ રાષ્ટ્રને સમર્પિત સુગંધી પુષ્પ- વ્યક્તિત્વ એટલે પં. દીનદયાલ ઉપાધ્યાયજી. આમ જુઓ તો ૨૫મી સપ્ટેમ્બરે હજારો- લાખો લોકોએ આ પળથ્વી પર જન્મ લીધો હશે પરંતુ તે બધામાંથી રાષ્ટ્રદીપક જેવા વૈચારિક પથદર્શક પં. દીનદયાલજી નું સ્મરણ કેમ થઇ આવે છે ! ફક્ત એટલા માટે કે રાષ્ટ્રવાદ-રાષ્ટ્રીય ભાવનાત્મક ફલક ઉપર વૈચારિક અને સંગઠનાત્મક ધરાતલ પર આપણે કયાંકને કયાંક તેમની સાથે જોડાયેલા છીએ, આપણને તેમના અનુયાયીઓ માનીએ છીએ, દેશભક્તિ ના પ્રેરણાકેન્દ્ર તરીકે આપણે તેમને યાદ કરીએ છીએ, તેમના વિશે જેટલું કહીએ તેટલું ઓછું પડે તેમ છે, તેમ તેઓશ્રી ની ૧૦૮મી જન્મજયંતીએ શ્રદ્ધાસુમન અર્પતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે.
તેઓ પ્રાચીન -અર્વાચીન અજરામર ભારતીય સંસ્કળતિના મહાન તત્વવેતા હતા. સમગ્ર સળષ્ટિની દ્રષ્ટિએ એકાત્મ માનવદર્શનના તેઓ એકમેવ પ્રણેતા હતા. પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ-સમર્પણ કરી દીધું હતું. તેમના જીવનનું ફલક એટલું મોટું હતું કે સમગ્ર જીવનને અહી આવરી ન શકાય. અહીં માત્ર એક ઝલક કે જે પણ પ્રેરણાદાયી બની રહે તે આપવાનો પ્રયત્ન છે. વાચકો આ રાજકારણમાં સંતપુરુષનું જીવન જીવી જનાર મહાન લોક્રાયકના થોડાક અંશો ગ્રહણ કરે તો પણ તેમને સાચી અંજલી આપી ગણાશે.
રાજનેતા હોવા ઉપરાંત પં. દીનદયાલજી બંધારણીય નિષ્ણાંત પણ હતા. ૧૯૪૮ માં તત્કાલીન કોંગ્રેસી વડાપ્રધાન પં. નેહરુએ સંઘ પર લાદેલ અન્યાયકારી પ્રતિબંધ હટયા બાદ સંઘનું લેખિત બંધારણ બનાવવાની કામગીરી પં. દીનદયાલજી અને એકનાથ રાનડેએ સાથે મળી પૂરી કરી હતી અનેક વિક્રમો સર્જ્યા હતા. , રાષ્ટ્રીય સ્તરે રાજકીય નેતા હોવા ઉપરાંત તેઓ સારા લેખક પણ હતા. પંડિતજીએ ભારતના રાષ્ટ્રીય જીવનની સમસ્યાઓ સાથે અને અર્થતંત્ર પર પણ કેટલાક પુસ્તકો લખ્યા. સમાજવાદી અર્થવ્યવસ્થાને તેમણે સરકારી અર્થવ્યવસ્થા ગણાવી હતી.ભારત અને હિંદુ પર્યાયવાચી છે. હિંદુ ધર્મ પર કોઈ એક પુસ્તક પ્રથમ નથી કે કોઈ પુસ્તક અંતિમ પણ નથી. આ ધર્મ તો ગંગાના પવિત્ર જળની જેમ સમગ્ર ભારતમાં સનાતન સત્ય તરીકે સતત વહેતો રહ્યો છે.હિન્દુત્વ એ જ ભારત અને હિન્દુસ્તાન જે બંને પર્યાયવાચી છે. પ્રખર તત્વચિંતક અને ઉમદા લેખક સાહિતકાર પં. દીનદયાલજીનું વિવિધ ક્ષેત્રોનું તલસ્પર્શી મૌલિક ચિંતન આજે પણ એટલું જ પ્રસ્તુત છે. ભારતના એક રાજ ઋષિ પુરુષ પં.દીનદયાળ ઉપાધ્યાયજીના વિચારો સિદ્ધાંતો મૂલ્યો આજે પણ એટલાજ પ્રાસંગિક અને માર્ગદર્શક તરીકે પ્રસ્તુત્ય છે.
કોંગ્રેસના ૫૫ થી ૬૦ વર્ષ ના ભ્રષ્ટાચાર ભર્યા રાષ્ટ્રહિત વિરોધી અવિચારી શાસનના કારણે ભારતની આર્થિક,સામાજિક,રાજકીય પરિસ્થિતિ અસ્તવ્યસ્ત અને ડામાડોળ અને વિશ્વની દ્રષ્ટિએ નિર્બળ બની ગઈ હતી. આપણે રાષ્ટ્ર વિકાસની રાષ્ટ્રનીતિમાં કયાં થાપ ખાઇ ગયા હતા, તેનો ઉકેલ અને જવાબ પંડિતજીના રાજકીય વિચારો પર દેશ ને સુશાસન આપી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દીર્ઘદ્રષ્ટિ ભરેલા નિર્ણયો અને આયોજનો પરથી જાણવા મળે છે. સ્વરાજ્ય પ્રાપ્તિ પછી આપણા દેશના સર્વાંગીણ સર્વસમાવેશક અંત્યોદય સાથેના વિકાસની દિશા કઇ હશે તેનો સરદાર પટેલ સિવાય કોઈ રાષ્ટ્રીય નેતા એ વિચાર કર્યો નહિ, ત્યારે પં.ના એકાઆત્મક જ્ઞાન માનવદર્શનના સીધંતો આપણી સંસ્કળતિક અને રાષ્ટ્રીય નીતિને અનુરૂપ માર્ગદર્શન બની રહે તેમ છે. પંડિતજી કહેતા કે ‘પછાત વિસ્તારના અંતરિયાળ ગામડાં ના છેવાડાંના ઝુપડામાં પોતાના અસ્તિત્વ માટે માથે હાથ ટેકવીને બેઠેલા અકિંચન માણસની સેવા એ આપણો ધર્મ છે, જ્યાં સુધી તે સુખી ન થાય ત્યાં સુધી નિરાંત કેવી?'.
રાત દિવસ પં. દિનદયાળજીના મનમાં આમ આદમીના કલ્યાણ - વિકાસના વિચાર રહેતા હતા. પંડિત દિન દયાળજીના સમાજના બધા વર્ગો પ્રત્યે સરખો સ્નેહ હતો. ધર્મના કારણે કોઈ પણ જાતી વિશેના તળષ્ટિકરણના વિરોધમા હતા. તેઓ પ્રભાવી ચિંતક હતા. કુશળ સંગઠક હતા. પથદર્શક નેતા હતા. તેમનાથી પ્રેરણા લીધેલા હજારો કાર્યકર્તાઓ વિવિધ ક્ષેત્રોમાં આજે પણ કાર્યરત છે. સંઘ શાખા પર નિત્ય ગવાતા, ‘નિર્માણના પાવન યુગમાં આપણે ચરિત્ર નિર્માણ ન ભૂલીએ.' આ ગીત પંક્તિ પંડિત દિન દયાળજીના જીવન સંદેશનો સાર છે. તેમ રાજુભાઇ ધ્રુવએ અંતમાં જણાવ્યું છે.

(12:19 PM IST)










