તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 25th September 2024
પ્રમાણીકતા, નિષ્ઠા અને કર્મઠતા સાથે કોઇપણ જાતની બાંધછોડ કર્યા વગર વ્યકિત આગળ વધે છે તો તેમની પ્રગતિ કોઇ રોકી શકતુ નથી : પૂ. જ્ઞાનવત્સલ સ્વામી
આસામના ચા ના બગીચામાં પેસ્ટીસાઇડનો ઇસ્યુ નાબુદ થાય તે તરફ આગળ વધી રહ્યા છીએ : બીંદીયાનંદજી : ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશનની ૪૯મી વાર્ષિક સભા અને બીઝનેશ મીટ : નવી ટર્મ માટે મનિષભાઇ પટેલનો ચાર્જ : મારા પ્રમુખપદના કાર્યકાળ દરમ્યાન જીટીટીએ ની વેબસાઇટ લોન્ચ કરવામાં આવી, છ વર્ષમાં ઓફિસ વાઇફાઇ, કોમ્પ્યુટર, સીસીટીવીથી સજ્જઃ દિનેશ કારીયા

રાજકોટઃ૩- એમેરલ્ડ કલબમાં ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશનની ૪૯મી વાર્ષિક સભા અને બીઝનેશ મીટ દિનેશભાઈ કારીયાની અધ્યક્ષ સ્થાને મળેલી જેમાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ચાના વેપારીઓ તથા પેકટર્સ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર જ્ઞાનવત્સલ સ્વામી અને રાજકોટના સંસદ સભ્ય પરસોતમભાઈ રૂપાલા, એમ.બી. ગ્રુપ સીલીગુડીના ડાયરેકટર નરેશ બંસલજી તથા આયુષ બંસલજી અને નેટાના મુખ્ય સલાહકાર બીદયાનંદજી અને રાજકોટ-૬૮ ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, જીટીટીએના સેક્રેટરી મનીષકુમાર પટેલ, ઉપપ્રમુખ રમણભાઈ પટેલ, રતનલાલ શર્મા, કમલ સેજપાલ અને સુરેશભાઈ સંઘવીએ દીપ પ્રાગટય કરી અને કાર્યક્રમની શરૂઆત કરેલી.
કાર્યક્રમના પ્રથમ દોરમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર જ્ઞાનવત્સલ સ્વામી ત્રણ મુખ્ય સ્થંભ ઉપર વેપારીઓએ આગળ વધવુ જોઈએ એવી એમણે સલાહ આપી હતી જેમાં પ્રમાણીકતા, નિષ્ઠા, કર્મષ્ઠતા આ ત્રણ વસ્તુની અંદર કોઈપણ જાતની બાંધછોડ કર્યા વગર જો માણસ આગળ વધે છે તો એમની પ્રગતિને કોઈ રોકી શકતુ નથી. ખાસ કરીને સમયબધ્ધ કાર્ય થાય, પ્રમાણીકતાથી કાર્ય થાય અને નિષ્ઠાપૂર્વક બધી વસ્તુને ઘ્યાનમાં લેવામાં આવે તો કર્મષ્ઠ એની મેળે કાર્ય થઈ જતું હોય છે.
જીટીટીઅના પ્રમુખ દિનેશભાઈ કારીયાએ જણાવ્યું હતું કે પ્રમુખ તરીકે મેં ૨૦૧૮ માં જુનાગઢ મુકામે એજીએમમાં ચાર્જ સંભાળેલ હતો ત્યારથી લઈ અને ૨૦૨૪ એટલે કે છ વર્ષ સુધી જીટીટીએ ના બધા મેમ્બરોએ જે મારી ઉપર વિશ્વાસ મુકી અને જે જવાબદારી સોપેલી હતી તેમાં છેલ્લા
છ વર્ષની અંદર જીટીટીએ ની ઓફીસ અપગ્રેડ કરી એટલે કે કોમ્પ્યુટર, પ્રિન્ટર, વાઈફાઈ, સીસીટીવીથી સજજ કરેલી અને સૌથી મોટી વાત કે આપણા એસોસીએશનને ૪૯ વર્ષ થઈ ગયા છે. મારા કાર્યકાળ દરમ્યાન મને ગૌરવ છે કે મારા હસ્તક જીટીટીએ ની વેબસાઈટ બનાવવામાં આવી અને લોંચ પણ કરવામાં આવી.
છ વર્ષ દરમ્યાન ત્રણ બાયર-સેલર મીટીંગ કરવામાં આવી, બાયર-સેલર મીટ, ચા ને લગતા અલગ-અલગ પ્ર‘ો ચર્ચા-વિચારણા કરી અને આવાનારા દિવસોમાં વેપાર કેમ વેગવંતો થાય તેના પ્રયાસો કરેલા. ગયા વર્ષે સાઉથની અંદર છ દિવસની ટુર કરીને બાયર-સેલર મીટ કરેલી. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતની અંદર સાઉથથી ચા ખુબજ ઓછા પ્રમાણમાં આવતી હોય પરંતુ જે પેસ્ટીસાઈઝના ઈસ્યુ ચાલી રહ્યા છે એની અંદર સાઉથની અંદર ખાસ કરીને આ ઈસ્યુ નહીવત છે એની પણ ખાસ ચર્ચા-વિચારણા બાયર-સેલર મીટમાં કરવામાં આવી હતી. હું જયારે પ્રમુખ બન્યો ત્યાર પછી ૨૦૨૨ માં ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશનના કારણે મને પણ ટી બોર્ડ ઓફ ઈન્ડીયામાં મેમ્બર તરીકેનું સ્થાન પ્રાપ્ત થયું. તેમ દિનેશભાઇ કારીયાએ જણાવેલ.
એમ.બી. ગ્રુપના ડાયરેકટર આયુષ બંસલજીએ તેમની કંપનીનું એક વિઝન ડોકયુમેન્ટરી વિડિયો રજુ કર્યો હતો અને કહ્યું હતું કે અમારી પાસે ૨૦ માર્કોની ચા અમે બનાવીએ છીએ ચાર ચાના બગાન છે અને અનગીનીત ચાની ફેકટરીઓ છે. જેના કારણે અમે વર્ષે બે કરોડ કિલો ચાનું ઉત્પાદન કરીએ છીએ. એમ.બી. ગ્રુપનું માર્કેટીંગ સમગ્ર ભારતમાં ફેલાયેલું છે જેમાં ગુજરાતનો ખુબ મોટો હિસ્સો છે જેનું મને ગૌરવ છે. અમે લોકો ખુબ હાઈજેનીકથી અને નાની નાની બાબતમાં ધ્યાન આપીને ચા બનાવીએ છીએ જેના કારણે અમારી પાસે ચા બને અને તરત જ વેચાય જાય છે. આવનારા પાંચ વર્ષોની અંદર અમારા લોકોનો ટાર્ગેટ છે અમો ચાર કરોડ કિલો ચા બનાવીશું.
ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે કહેલ કે હાલના દિવસોમાં જયારે સ્ટાર બક્સ કોફી ૪૦૦ રૂા. ૫૦૦ રૂ. એક કપ વેચાતી હોય અને ચા તો પીવાના ઘણા ફાયદા છે તો હું આ બધા વેપારીઓને ધ્યાને મુકુ કે તમે પણ તમારી બ્રાન્ડ બનાવી અને રાજકોટ અને સમગ્ર ગુજરાતમાં ચાના રસીકો માટે આવી કંઈક વ્યવસ્થા ફરવી જોઈએ.
આસામથી આવેલા નેટાના સલાહકાર શ્રી બીદીયાનંદજીએ જણાવ્યું હતું કે આપણે બધા જાણીએ છીએ કે પેસ્ટીસાઈડના ઈસ્યુ છે એફએસએસઆઈના નિયમ પ્રમાણે જેટલું પેસ્ટીસાઈડ હોવું જોઈએ એના કરતા વધારે આવે છે જેની અમો પણ ચિંતા કરી રહ્યા છીએ. આસામની અંદર ઘણા બધા બગીચાઓની અંદર પ્રોબ્લેમો સોલ્વ થયા છે અને આવનારા દિવસોમાં અમ એક (૪૪) અભીયાન ચલાવીએ છીએ જેના કારણે સમગ્ર આસામની અંદર ચાના બગીચામાં પેસ્ટીસાઈડનો જે ઈસ્યુ છે તે સંપૂર્ણપણે નાબુદ થાય એ તરફ આગઈ વધી રહ્યા છીએ. બીજું એમણે જણાવ્યું હતું કે હાલના દિવસોમાં માર્કેટની જે પરિસ્થિતી છે જેમાં આ વર્ષે ઉત્પાદન ખુબ ઓછું થયું છે જેનું મુખ્ય કારણ વેધર અને જે વધારે પડતો વરસાદ અને પુર જેવી સ્થિતિમાં આસામમાં થઈ તેના કારણે આ વખતે ચાના પાકને ખુબજ નુકશાન થયેલ છે જેના કારણે ઉત્પાદન પણ ખુબજ ઓછું થયેલ છે. ચાના બગીચા કલાયમેન્ટ આધારે હોય છે જયારે કલાયમેન્ટ ચેન્જ થાય છે ત્યારે કવોલીટી ઉપર અને કવોન્ટીટી બંને ઉપર અસર કરે છે અને મારુ એવું માનવું છે કે ચાને ભારત સરકાર રાષ્ટ્રીય પીણું ધોષીત કરે અને ચાના વપરાશમાં મોટો વધારો થાય. હાલમાં પર વ્યક્તિ પર યર ૮૦૦ ગ્રામ ચા નો વપરાશ કરે છે એને બદલે આવનારા દિવસોમાં ૧ કિલો સુધી પહોંચે તો ચાના ઉત્પાદનકારોને અને વેપારીઓને ખુબજ મોટુ પ્રોત્સાહન મળે.
શ્રી રૂપાલાજીએ જણાવ્યું હતું ૨૦૧૯ માં જીટીટીએ ની એજીએમ રાજકોટ યોજાયી ત્યારે પણ હું મીટીંગનો સાક્ષી બનેલો ત્યારે હું ભારત સરકારનો કળષિ મંત્રી હતો. આજે મને આનંદ એ વાતનો છે કે ૨૦૧૯ ની મીટીંગમાં મેં એક સુચન કરેલુ કે ઓર્ગેનીક ટી બનાવવી જોઈએ અને અહીંયા આવા મને જાણવા મળેલ ૨૦૧૯ થી ૨૦૨૪ એટલે કે પાંચ વર્ષનીઅંદર મોટી માત્રાની અંદર ઓર્ગેનીક ચાનું ઉત્પાદન થઈ રહ્યું છે તેનો મને આનંદ છે. ચા રાષ્ટ્રીય પીણુ ભારત સરકાર ડીકલેર કરે તો એના માટે એક એવું ફોર્મેટ બનાવો જેની અંદર તમારા નાના નાના મુદા, નાના નાના વિષયો લઈ અને સરકારને રજુઆત કરો કે જો ચા ને રાષ્ટ્રીય પીણુ ડીકલેર કરવામાં આવે તો ચાના ઉત્પાદકો અને ચાના વેપારીઓને કઈ પ્રકારના બેનીફીટ થાય અને ભારત સરકારને પણ શું લાભ મળે આ વિષે તમારે ચર્ચા-વિચારણકારી અને એક ડેલીગેશને દિલ્હી આવવું જોઈએ એવું મારું માનવું છે.
જીટીટીએના ૨૦૨૪-૨૦૨૬ ના ૧ પ્રમુખ તરીકેનો ચાર્જ મનીષભાઈ પટેલ અને તેમની ટીમને સોંપવામાં આવ્યો. તેમણે જણાવેલ કે જીટીટીએ સ્થાપના ૧૯૭૬ માં થયેલી છે જેને આજે ૪૯ વર્ષ પૂર્ણ થયેલ છે.
રાજકોટ ટી મર્ચન્ટ એસોસીએશનના પ્રમુખ સૌનો આભાર વ્યકત કરતા જણાવેલ કે રાજકોટનું ખુબજ જુનુ અને જાણીતી નામ એટલે કે દલાલ રજનીકાંત લહેરચંદના માલીક સુરેશભાઈ સંધવી તથા ચીરાગભાઈ સંઘવીએ છે.
આ મીટીંગને સફળ બનાવવા માટે જીટીટીએના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ બરછાના નેજા હેઠળ એક રાજકોટની ટીમ બનાવવામાં આવી હતી.
(3:05 PM IST)










