<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

હનીટ્રેપના ગુનામાં સાત મહિનાથી ફરાર જીન્‍નત ઉર્ફે બેબી પકડાઇ

આજીડેમ પોલીસના એ.એસ.આઇ. હારૂનભાઇ ચાનીયા અને રવીભાઇ વાંકની બાતમીઃ અગાઉ બે શખ્‍સો પકડાયા'તા

રાજકોટ તા. રપઃ શહેરના આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલા હનીટ્રેપના ગુનામાં ફરાર મહિલાને આજીડેમ પોલીસે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ શહેરના રણુજા મંદિર પાસેના વિસ્‍તારમાં આઠ મહિના પહેલા વેપારીને હનીટ્રેપમાં ફસાવી મહિલા સહિત ત્રણ શખ્‍સો સામે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી. આ બનાવમાં આજીડેમ પોલીસે અગાઉ બે શખ્‍સોને પકડી લીધા હતા. જયારે મહિલા નાસી ગઇ હતી. દરમ્‍યાન પોલીસ કમિશ્‍નર શ્રી બ્રીજેશ ઝા, જોઇન્‍ટ પોલીસ કમીશ્‍નર મહેન્‍દ્ર બગડીયા અને એસીપી બી. વી. જાદવે શહેરમાં અલગ-અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપતા આજીડેમ પોલીસ મથકના પી.આઇ. એ. બી. જાડેજાની સૂચનાથી પી.એસ.આઇ. જે. જી. રાણા સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે હનીટ્રેપના ગુનામાં સાત મહિનાથી ફરાર મહિલા રાજકોટમાં હોવાની એ.એસ.આઇ. હારૂનભાઇ ચાનીયા તથા રવીભાઇ વાંકને બાતમી મળતા સ્‍ટાફ સાથે આજીડેમ વિસ્‍તારમાંથી જીન્‍નત ઉર્ફે બેબી રફીકભાઇ મકવાણા (ઉ.વ. ૪ર) (રહે. નંદનવન શેરી નં. ર૦ ભગવતીપરા મેઇન રોડ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ કામગીરી પી.એસ.આઇ. જે. જી. રાણા, એ.એસ.આઇ. હારૂનભાઇ, રવીભાઇ, હેડ કોન્‍સ. પિયુષભાઇ, કોન્‍સ. ગોપાલભાઇ, હરપાલસિંહ, મહેશભાઇ, દિવ્‍યરાજસિંહ, જગદીશસિંહ, દેવાભાઇ, ભોજભાઇ તથા વિશ્‍વરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(3:17 PM IST)