<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

મા મોગલનો મેળો...કરણપરા ચોકની ગરબીમાં બાળાઓ દ્વારા રાસની તાલીમ

રાજકોટઃ શ્રી અંબિકા ટ્રસ્‍ટ દ્વારા કરણપરા ચોક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાચીન ગરબીનું આયોજન થયું છે. જેમાં કલાકારોઃ સંજયભાઇ આહિર, પ્રાચીબેન જાદવ, કિશનભાઇ મીરાણી (ઢોલી), સંજયભાઇ ગોહિલ (ઢોલી), ગીરિરાજભાઇ બારોટ (બેન્‍જો) બાળાઓને રાસની તાલીમ આપી રહ્યા છે.

આયોજનમાં કિરિટભાઇ પાંધી, હસુભાઇ વાઢેર, નીતિનભાઇ પાંધી, જીતુભાઇ ગોહેલ, કિશનભાઇ પાંધી, હિષિતભાઇ પુજારા, પરેશભાઇ મપડીયા, હાર્દિકભાઇ કુંડલીયા, બિરેન્‍દ્રભાઇ વિશ્‍વકર્મા, ઉમેશભાઇ જાપડિયા, ઋષભભાઇ વિશ્‍વકર્મા જોડાયા છે.

ગરબીની બાળાઓ માડી તારા અઘોર નગારા, માં મોગલનો મેળો, બોલ માડી અંબે, વેલણ વાસડી, ભગવા રાસ, રપ1 દીવડા રાસ, રામ રોટી, ગાગર રાસ, ઝીંણો ઝીંણો વિ. રાસ ઉપર તાલીમ લઇ રહ્યા છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:25 PM IST)