<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

સંગીની ક્રિએટીવ ગ્રુપ દ્વારા સભ્‍ય બહેનો માટે મંગળવારે વેલકમ નવરાત્રી મહોત્‍સવ

150થી વધુ બહેનો રાસે રમશે, વિજેતા બહેનોને ઇનામોઃ નામ નોંધણી

રાજકોટઃ સંગીની ક્રિએટીવ ગ્રુપના સભ્‍ય બહેનો માટે જોરદાર નવરાત્રી ગરબાનું આયોજન તા.01/10 મંગળવારે બપોરે 4 વાગ્‍યે ભગવાન ભુવન હોલ, 11-પંચનાથ પ્‍લોટ ખાતે કરાયું છે. ગેસ્‍ટ તરીકે ગરબામાં ભાગ લેવા આવનાર બહેનો પાસેથી રૂા.150 લેવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.

નવરાત્રીને અનુરૂપ ચણીયાચોલી તથા ગુજરાતી સાડી ગમે તે ફુલ મેચીંગ સાથે ભાગ લેવાનો રહેશે. ગરબામાં વેલ-પ્‍લે અને વેલડ્રેસ બંનેને મહત્‍વ અપાશે. વિજેતા બહેનોને સદગુરૂ કોટન પ્રા.લી. ‘કાકા' સીંગતેલ તરફથી ઇનામ આપવામાં આવશે.

જે બહેનોને ગરબામાં ભાગ લેવો હોય તેમણે પોતાના નામ તા.27 અને તા.28 શુક્રવાર અને શનિવાર પ્રફુલાબેન મહેતા-94288 90277, કલ્‍પનાબેન પારેખ-99245 79849, દર્શનાબેન મહેતા-94295 02046, દીનાબેન મોદી-94299 79173નો સંપર્ક કરવો.

આયોજનને સફળ બનાવવા સંસ્‍થાના પ્રફુલાબેન મહેતા પ્રમુખ, બીન્‍દુબેન મહેતા ચેરમેન, ઇન્‍દીરાબેન ઉદાણી ઉપપ્રમુખ, મીનાબેન વસા સેક્રેટરી, પ્રીતીબેન ગાંધી જોઇન્‍ટ સેક્રેટરી, કલ્‍પનાબેન પારેખ, ખજાનચી, દીનાબેન મોદી ગ્રુપ લીડર, દર્શના મહેતા, અલ્‍કાબેન ગોસાઇ, જાગૃતિબેન ડોડીયા, જહેમત ઉઠાવી રહયા છે.(તસ્‍વીરઃસંદીપ બગથરીયા)

(3:26 PM IST)